Sunday, February 15News That Matters

ભાવનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ લોક અદાલત યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશથી ભાવનગર જીલ્લા કાનૂની સેવ સત્તા મંડળ દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા. ૧૧/૦૨/૨૩ ના રોજ “રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. આ અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. તેમજ ટ્રાફીકને લગતા ઈ-મેમોને લગતા કેસો પણ પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ અદાલત યોજાય તે પહેલા પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ. , નેગોશીએબલ એકટ (ચેક રીટર્ન), બેન્કને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વિગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે. પક્ષકારોએ નેશનલ લોક અદાલત દવારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ભાવનગરનો તથા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

ગુજરાત બ્યુરો ચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *