Sunday, February 15News That Matters

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય પ્રજાજનોને બચાવવા વ્યાજબી દરે લોન ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નવાગામ ખાતે યોજાયેલ લોન ધીરાણ કેમ્પ

હિન્દ ટીવી – ગુજરાતી, કાલાવડ

          ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામા વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતી લાવવાના હેતુથી અગાઉ જાહેર લોક દરબાર/ લોક સંવાદ નુ આયોજન કરવામા આવેલ. આ લોક સંવાદમાં વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા જાહેર જનતા તરફથી મારો પ્રતીસાદ સાપડીયો હતો.

           જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ ડી.પી.વાઘેલા ના માર્ગદર્શન મુજબ વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય જનતાને બચાવવા ભગીરથી પ્રયાસના ભાગ રૂપે તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના નવાગામ ખાતે લોકો માટે સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે ના પો.સબ.ઇન્સ એચ.વી.પટેલ ના અધ્યક્ષપણા હેઠળ તથા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તથા ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેંક ના અધીકારી એમ.સી જોષી તથા દિનેશભા રાબડીયા સાથે કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે વિસ્તાર હેઠળ આવતા ગામના લોકો માટે અને સામાન્ય પ્રજાજનો વ્યાજબીદરે લોન/ધીરાણ મળી શકે તે અંગે નવાગામ ખાતે આમ જનતાને મળી સકતી લોનો તથા ધીરાણ બાબતે સમજુતી આપવામા આવેલ અને આ કેમ્પમાં કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે વિસ્તારમા રહેતા અંદાજીત ૫૦-૬૦ લોકો હાજર રહેલ અને કેમ્પ સફળ રેહવા પામ્યો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *