Tuesday, February 17News That Matters

Author: Admin Admin

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટીંગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ તા.૧૭/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટીંગ બોલાવવામાં આવેલ. આ બેઠકમાં ભાગ લેવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર અને ગુજરાત રાજ્યના માન.કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ. શ્રીમતિ ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત જ રાજકોટ મહાનગરપાલિકામાં આવતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ જુદી જુદી કમિટીના ચેરમેનઓ અને કોર્પોરેટરઓ વગેરેએ માન.મંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરેલ....

રાજકોટ ખાતે રેલ્વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મિટીંગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  તા. ૧૭/૦૨/૨૦૨૩ના રોજ રેલ્વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મિટીંગ મળેલ હતી. આ મિટીંગમાં માન.સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રેલ્વે વિભાગના ડી.આર.એમ. અનિલકુમાર જૈન, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, ડે.કમિશ્નર આશિષ કુમાર, રેલ્વેના સિનીયર ડિવિઝનલ એન્જીનીયર ઇન્દ્રજીતસિંહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, સિટી એન્જીનીયર એચ.એમ.કોટક, એચ.યુ.દોઢિયા તેમજ રેલ્વે વિભાગના અન્ય સબંધક સ્ટાફ હાજર રહેલ. જામનગર રોડ પર સાંઢિયા પુલ આશરે ૧૯૭૮માં બનેલ છે. આ પુલ ઘણા વર્ષ જુનો છે. જેથી આ પુલ નવો બનાવવા માટે ૧૬.૪૦ મીટરનો ફોરલેન કરવા  માટે જરૂરી ડીઝાઈન તૈયાર કરવામાં આવેલ છે. ફોરલેન બનાવવા માટે રેલ્વે વિભાગ હેઠળ આવતા રેલ્વે સ્પાન અંગે રેલ્વેના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આ...

માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ભુજ ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે  આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય ઉપરાષ્ટ્રપતિ સાથે માનનીય લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ પણ કચ્છના પ્રવાસે પધાર્યા છે. મહાનુભાવોનું પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાગત કર્યું હતું. આ સ્વાગત પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગ્રુપ કેપ્ટન એરફોર્સ સ્ટેશન એસ.કે. સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માનનીય ઉપરાષ્ટ્રપતિ આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૯ ફેબ્રુઆરીના રોજ તેઓ વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેશે.  ...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા તા. ૨૫ ફેબ્રુઆરીના યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદસર રોડ ભાવનગર ખાતે તા.૨૫/૦૨/૨૦૨૩ યોજાનાર છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં પ્રથમ વખત યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો હેતુ વધુમાં વધુ લોકો સુધી યોગ પહોચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટે તા.૨૫/૦૨/૨૦૨૩ના રોજ ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની યોગાસન સ્પર્ધામાં પસંદગી પામેલ ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો આગામી સમયમાં તેઓ રાજ્યકક્ષા ખાતેની સ્પર્ધામાં ભ...

ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ-૨૦૨૩ માં સ્કીઇંગ કોમ્પીટીશનમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં ભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારી નચિકેતા ગુપ્તા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ (૨૦૨૩) જે ગુલમર્ગ, કાશ્મીર ખાતે તા. ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન યોજાયેલ હતી. તે બરફ પર રમાતી ભારતની સૌથી મોટી ઇવેન્ટ હતી, જે મીનીસ્ટ્રી ઓફ યુથ અફેર એન્ડ સ્પોર્ટ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા તથા જમ્મુ એન્ડ કાશ્મીર સપોર્ટ કાઉન્સીલ દ્વ્રારા યોજવામાં આવી હતી. જેનો શુભારંભ ભારતના રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે કરવામાં આવેલ હતો. ભારત જેવા દેશ માં સામાન્ય રીતે જમીન પર રમાતી મેદાની રમતો એટલે કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી વગેરે વિષે જ જાણકારી ધરાવીએ છીએ. પરંતુ અમુક રમતો બરફની ચાદર ઓઢેલી જમીન પર પણ રમતી હોય છે. જેના વિશે આપણને બહુ જાણકારી હોતી નથી અથવા તો આપણને તેના વિશે બહુ ખ્યાલ હોતો નથી. વળી, આવી રમતો જ્યાં બરફ વર્ષા થતી નથી ત્યાં રમવી પણ અશક્ય હોય છે. મોટાભાગે યુરોપિયન દેશો કે જ્યાં વધુ બરફ વર્ષા થાય...

રાજ્યની જિલ્લા પંચાયતના પ્રમુખઓ-પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પરિસંવાદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને પંચાયતી અધિકારીઓના પરસ્પર સુચારૂ સંકલનથી વિકાસ કામોને નવી ગતિ આપવા પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયત સ્તરે જિલ્લાના વિકાસ કામોનું આયોજન-પ્લાનીંગ કરતા પૂર્વે વિકાસ કામોની યાદી, અગ્રતા વગેરેમાં પદાધિકારીઓને સહભાગી બનાવવા યોગ્ય સંકલન થવું જરૂરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયતોના પ્રમુખઓ, ઉપ પ્રમુખઓ અને કારોબારી સમિતીના અધ્યક્ષો માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા ગાંધીનગરમાં આયોજિત પરિસંવાદમાં સંબોધન કર્યુ હતું. 'અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ’ વિષયવસ્તુ સાથે યોજાયેલા આ પરિસંવાદમાં મુખ્યમંત્રીએ નિર્ધારીત કાર્યક્રમ કરતાં નવતર એક અભિગમ અપનાવ્યો હતો. તેમણે આ પરિસંવાદમાં સહભાગી એવા જિલ્લા પંચાયત પ્રમુખો, ઉપ પ્રમુખો અને કારોબારી અધ્યક્ષો સાથે પ્રવચન શ્રેણીને બદલે વાતચીત-પર...

શાંતિ નિકેતન સ્કૂલ જસદણ દ્વારા વિજ્ઞાન મેળો નું આયોજન કરવામાં આવેલું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ        જસદણની શાંતિ નિકેતન સ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં ધોરણ ચાર થી આઠ ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વિષય શિક્ષકો દ્વારા ગણિત,વિજ્ઞાન, પર્યાવરણને લગતા વિવિધ મોડેલો તૈયાર કરવામાં આવેલ છે આ સાયન્સ ફેર માં કુલ 50 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે તમામ પ્રોજેક્ટ વિસ્તૃત માહિતી સાથે વિદ્યાર્થીઓ સમજાવી રહ્યા છે, આ પ્રોજેક્ટ જોવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા છે.       આ સાયન્સ ફેર માં વિદ્યાર્થીઓ વાલીઓ અને નિર્ણાયકો દ્વારા પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી વિદ્યાર્થી અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ મા શાળાના તમામ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવજવામાં આવેલ અને સંસ્થાના ડિરેક્ટર ડો. કમલેશ હિરપરા દ્વારા વિદ્યાર્થી અને કર્મચારીને બીરદાવેલ છે....

જસદણમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ અવતરણ સંદેશ ફરી વળ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ જસદણમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સર્વને પરમાત્મા શિવ અવતરણનો સંદેશ દેવા શિવશંકર ની ઝાંખી સાથે 51 કળશ લઈ આજે બુધવારે જસદણ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી જે શહેરના વિવિઘ વિસ્તારોમાં ફરી હતી આ તબક્કે શહેર શિવમય બન્યું હતું

ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023 : જાડા ધાન્યો છે “સુપર ફૂડ” જાડા ધાન્યોની વિવિધ વાનગીઓ થકી આરોગ્યને બનાવો સ્વસ્થ

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ પરંપરાગત ખેત પેદાશો-મિલેટ્સ (જાડા ધાન્ય પાકો)ને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલને પગલે સંયુક્ત રાષ્ટ્ર વર્ષ 2023ને “ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ (International Year of Millet 2023)” તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે આજે આપણે જાડા ધાન્યો વિશે વાત કરીશું. મિલેટ્સ એટલે રાગી, બાજરી, મોરિયું, જુવાર, જવ, કોદરા સહિતનાં ધાન્યો કે જે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે. લોકો આ ધાન્યો તરફ ફરી વળે અને આરોગ્યલક્ષી ફાયદા પ્રાપ્ત કરે તેવી મુહિમ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. જાડા ધાન્યો છે અનેક રીતે ગુણકારી • જાડા ધાન્યો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં પૌષ્ટિક તત્વોની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. બાજરીથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને કૉલેસ્ટ્રોલના લેવલમાં પણ સુધારો થાય છે. બાજરી કૅલ્શિયમ, ઝિંક અને આયર્નની ઊણપને દૂર કરવામાં મદદરૂપ છે. • જુવારમાં...

સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ

Gujarat
સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ ભાવનગર સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ તા.૧૭ ફેબ્રુઆરીથી કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી જનશક્તિના સહયોગથી જળશક્તિ માટેના 'સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૩' નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ તકે ઉપસ્થિત સાંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે જલ એ જ જીવન છે ની વિભાવનાથી કામ કરતી રાજ્ય સરકાર છે જળ સંચયના આગોતરા આયોજન માટે ૨૦૧૮ માં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના થક...