Sunday, February 15News That Matters

રાજકોટ ખાતે રેલ્વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મિટીંગ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ 

તા. ૧૭/૦૨/૨૦૨૩ના રોજ રેલ્વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મિટીંગ મળેલ હતી. આ મિટીંગમાં માન.સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રેલ્વે વિભાગના ડી.આર.એમ. અનિલકુમાર જૈન, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, ડે.કમિશ્નર આશિષ કુમાર, રેલ્વેના સિનીયર ડિવિઝનલ એન્જીનીયર ઇન્દ્રજીતસિંહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, સિટી એન્જીનીયર એચ.એમ.કોટક, એચ.યુ.દોઢિયા તેમજ રેલ્વે વિભાગના અન્ય સબંધક સ્ટાફ હાજર રહેલ.

જામનગર રોડ પર સાંઢિયા પુલ આશરે ૧૯૭૮માં બનેલ છે. આ પુલ ઘણા વર્ષ જુનો છે. જેથી આ પુલ નવો બનાવવા માટે ૧૬.૪૦ મીટરનો ફોરલેન કરવા  માટે જરૂરી ડીઝાઈન તૈયાર કરવામાં આવેલ છે. ફોરલેન બનાવવા માટે રેલ્વે વિભાગ હેઠળ આવતા રેલ્વે સ્પાન અંગે રેલ્વેના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ.

જરૂરી ચર્ચા બાદ ડ્રોઈંગમાં જરૂરી સુધારા વધારા કરવાના થતા હતા. જે સુધારા વધારા કરી રેલ્વે વિભાગને ડ્રોઈંગ આપવાનું તેમજ રેલ્વે વિભાગ દ્વારા પણ વહેલાસર વિભાગની મંજુરી મેળવવા સાંસદએ તથા પદાધિકારીઓએ રેલ્વે વિભાગના અધિકારીને જણાવેલ.

 આ  ઉપરાંત શહેરની ટ્રાફિકની સરળતા માટે હૈયાત એસ્ટ્રોન નાલાની બાજુમાં દસ્તુર માર્ગ સામે નવું નાલુ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. તે માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *