Sunday, February 15News That Matters

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટીંગ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

તા.૧૭/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટીંગ બોલાવવામાં આવેલ. આ બેઠકમાં ભાગ લેવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર અને ગુજરાત રાજ્યના માન.કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ.

શ્રીમતિ ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત જ રાજકોટ મહાનગરપાલિકામાં આવતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ જુદી જુદી કમિટીના ચેરમેનઓ અને કોર્પોરેટરઓ વગેરેએ માન.મંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *