Tuesday, February 17News That Matters

Author: Admin Admin

રાજયની જિલ્લા પંચાયતના પ્રમુખ-પદાધિકારીઓનો એક દિવસીય પરિસંવાદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન બચુભાઇ વાજા સાથે ''અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ વિષય વસ્તુ સાથે રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, સંકલ્પો અને છેવાડાના માણસો સુધી પંચાયતીરાજ મારફતે આપણે મહત્તમ ઉપયોગી કેવી રીતે થઇ શકીયે ?" તે સંદર્ભે વિચાર-પરામર્શ કરેલ. પંચાયતીરાજ મંત્રી બચુભાઇ ખાબડ મારફતે સરકારની પંચાયત અને ગ્રામ વિકાસની સિધ્ધિની હારમાળાનું વર્ણન કરી પ્રમુખશ્રીના પ્રશ્નો માટે સરકારનો હકારાત્મક અભિગમ છે તેવું જણાવેલ. અધિક અગ્ર સચિવ મનોજ દાસ દ્વારા પંચાયત વિભાગ અને પ્રમુખના પ્રશ્નો અને વિકાસના કામને ઝડપથી ગતિ મળે તેમજ સરકારી નાણાંનું અસરકારક આયોજન થાય -સમય મર્યાદામાં પૂર્ણ થાય અને જરૂર પડે નીચલા સ્તરેથી આયોજન થાય તેમા ૧૫માં નાણાપંચ અને અન્ય કામોમાં વહીવટી અંતરાલ દૂર કરવા ખાત્રી આપેલ. મુખ્યમંત્રી...

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ધોરડો ખાતે પરંપરાગત સ્વાગત કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે પધાર્યા છે ત્યારે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યા બાદ તેઓ ખાસ હેલીકોપ્ટર મારફતે ધોરડો ખાતે પધાર્યા હતા. જ્યાં ધોરડો હેલિપેડ ખાતે માનનીય ઉપરાષ્ટ્રપતિ તેમજ લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુ. સુદેશ ધનખડનું રાજ્ય સરકાર વતી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કચ્છી શાલ ઓઢાડી પરંપરા મુજબ ભાવભર્યું સ્વાગત કરાયું હતું. આ વેળાએ રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, જિલ્લા સમાહર્તા દિલીપ રાણા, ટી.સી.જી.એલ.ના એમ.ડી. આલોક પાંડે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જી.કે. રાઠોડ, ધોરડો સરપંચ મિયાં હુસેન સહિતના અગ્રણીઓએ માન.ઉપરાષ્ટ્રપતિને ધોરડો ખાતે મીઠો આવ...

માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ભુજ ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય ઉપરાષ્ટ્રપતિ સાથે માનનીય લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ પણ કચ્છના પ્રવાસે પધાર્યા છે. મહાનુભાવોનું પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાગત કર્યું હતું. આ સ્વાગત પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગ્રુપ કેપ્ટન એરફોર્સ સ્ટેશન એસ.કે. સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માનનીય ઉપરાષ્ટ્રપતિ આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૯ ફેબ્રુઆરીના રોજ તેઓ વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેશે....

દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર આકાશભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ    મુકેશભાઈ અને આકાશ ભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરને 1.51 કરોડ શિવાર્પણ કર્યા મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન આકાશભાઈ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ અંબાણી અને આકાશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારીશ્રી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મુકેશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો તેમજ મુ...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે વિશેષ શ્રુંગાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મહાદેવને સાયં બિલ્વપત્ર, રૂદ્રાક્ષ, ભસ્મ, વિવિધ પુષ્પો, વિવિધ વસ્ત્રોનો મનમોહક વિશેષ શ્રુંગાર કરવામાં આવેલ. જેનો ભક્તજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી. મહાશિવરાત્રિ પર્વે ભક્તો દ્વારા 2455-રુદ્રાભિષેક, 46 -ધ્વજાપૂજા સાંજના ૦૬ વાગ્યા સુધીમાં 53 જેટલી સોમેશ્વર મહાપૂજા કરવામાં આવેલ. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પર્વે સાંજના ૦૭:૦૦ વાગ્યા સુધીમાં અંદાજીત 75 હજાર જેટલા ભક્તોએ શ્રી સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધેલ....

કચ્છના વિશ્વવિખ્યાત રમણીય સફેદ રણમાં કેમલ સફારી માણીને સૂર્યાસ્ત નિહાળતા માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભુજ કચ્છની મુલાકાત દરમિયાન ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુ સુદેશ ધનખડએ કચ્છના વિશ્વવિખ્યાત રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ વોચ ટાવરથી સન સેટ પોઇન્ટ સુધી કેમલ સફારીની મજા પણ માણી હતી. કચ્છના સફેદ રણમાં અસ્ત થતાં સૂર્યની સુવર્ણ ભાસતી આભામાં ઉપરાષ્ટ્રપતિએ પરિવાર સાથે આનંદની ક્ષણો વિતાવી હતી અને સફેદ રણની શાંતિ અને ભવ્યતાથી મંત્રમુગ્ધ થયા હોવાની લાગણી વ્યક્ત કરી કચ્છના રણમાં નિહાળેલ આ સૂર્યાસ્તને જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. વધુમાં તેઓએ ધોરડો ખાતે યોજાતા વિશ્વ વિખ્યાત રણોત્સવ એ વર્તમાનને સંસ્કૃતિ સાથે જોડતી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ ધોરડો ગામના સરપંચ મિંયા હુસેન પાસેથી કચ્છના આ રણની કેવી રીતે કાયાપલટ થઈ, રણ પ્રદેશ કઈ રીતે સમગ્ર ...

ધોરડો ટેન્ટ સિટી ખાતે કચ્છી સંસ્કૃતિની ઝલક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ માણતા માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભુજ માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છ જિલ્લાના પ્રવાસે પધાર્યા છે ત્યારે તેઓએ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ માનનીય ઉપરાષ્ટ્રપતિએ માણી હતી. તેઓએ જુસ્સાભેર રજૂ થયેલા સીદી ધમાલ નૃત્યનો આનંદ લીધો હતો. ધીંગી ધરા નામથી રજૂ કરાયેલી નૃત્યની પ્રસ્તુતિમાં કચ્છ કેવી કેવી કપરી આપદાઓમાંથી આપબળે ઉગરીને આજે અડીખમ ઉભું છે તેની કહાણી ઉપરાષ્ટ્રપતિ સમક્ષ દર્શાવાઈ હતી. કચ્છની ધરા દરિયો, રણ અને પર્વતો એમ અલગ અલગ ભૌગૌલિક વિવિધતાથી સંપન્ન છે તેના વિશે પણ તેઓને માહિતગાર કરાયા હતા. આ વિવિધ પ્રસ્તુતિ માણીને ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ પરફોર્મન્સ અદભૂત હતા. તેઓએ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ, રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી...
બારડોલીના બાબલા ગામની પ્રજાજનો માટે આશીર્વાદ રૂપ બની સુજલામ સુફલામ યોજના

બારડોલીના બાબલા ગામની પ્રજાજનો માટે આશીર્વાદ રૂપ બની સુજલામ સુફલામ યોજના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બારડોલી સુજલામ સુફલામ જળ અભિયાન થકી પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે ખોદકામ તથા ડીસિલ્ટીંગની કામગીરીથી નીકળેલ માટી/કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં તથા સરકારશ્રીના અન્ય વિકાસના કામોમાં થયો છે. સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ મહદઅંશે હલ થઇ છે. સિંચાઇ વ્યવસ્થા સુદૃઢ થઇ તથા ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. પર્યાવરણમાં સુધારા થયા અને પાણીના બગાડમાં મહદઅંશે ઘટાડો થયો. સુજલામ સુફલામ જળ અભિયાનની રાષ્ટ્રીય કક્ષાએ નોંઘ લેવાઇ, જે અન્વયે વર્ષ ૨૦૨૦માં આ અભિયાનને પ્લેટિનમ કેટેગરીમાં તથા વર્ષ ૨૦૨૧માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે. ૨૦૨૩ના વર્ષની સુજલામ સુફલામ્ યોજના થકી બારડોલીના બાબલા ગામથી શરૂઆત કરવામાં આવી છે ત્યારે બાબલા ગામના રહેવાસી ઈશ્વરભાઈ પટેલ જણાવે છે કે, બાબલા ગામમાં બની રહેલા તળાવનો વિસ્તાર વધવાથી  હવે ગામમાં...
‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ થતા ધરતીપુત્રોમાં ખુશીની હેલી

‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ થતા ધરતીપુત્રોમાં ખુશીની હેલી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બારડોલી         રાજ્યભરમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચુ આવે અને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થાય તેવા હેતુથી રાજ્યવ્યાપી ‘સુજલામસુફલામ જળ અભિયાન’નો પ્રાંરભ થયો છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબલા ગામના ખેડુતોમાં ભર ફાગણીએ ખુશીની હેલીખીલી ઉઠી છે. બાબલા ગામના ૬૬ વર્ષિય ખેડુત નરેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, વર્ષાથી વરસાદ આધારીત ખેતી કરતા આવ્યા છીએએટલે સ્વાભાવિક છે કે જળનો એક માત્ર સ્ત્રોત વરસાદ હોય છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવોને ઊંડાઈ વધારીને વધુપાણીનો સંગ્રહ થાય તે માટે આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન ર૦૧૮ના વર્ષથી ઝૂંબેશ સ્વરૂપે ચાલી રહ્યું છે તેને આ બારડોલીતાલુકાના બાબલા ગામના ખેડુતોએ મહોત્સવની માફક ઉજવણી કરીને યથાયોગ્ય શ્રમયોગદાન આપીને ગામની એકતા એક ઉદાહરણપુરુ પાડ્યું છે. વધુમાં ખેડુત નરેશભાઈ પટેલે કહ્યું કે, ‘પાણીના એક એક ટીપે ટીપા માંથી બને છે મહાસાગર, પાણીથી જ થા...

કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક નવાગામ ખાતે જી.ટી.એલ લીમીટેડ કંપનીનો મોબાઇલ ટાવરની થયેલ ચોરીનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલી બે આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ        કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ નાં આધારે જી.ટી.એલ લીમીટેડ કંપનીનો લોખંડનો મોબાઇલ ટાવર કિં.રૂ.૫,૨૦,૦૦૦/- તથા લોખંડના સળીયા વાળો ગેટ કિં.રૂ.૩૦૦૦/- તથા ફેંસીંગના તાર કિં.રૂ.૨૦૦૦/- મળી કુલ મુદામાલ કિં.રૂ.૫,૨૫,૦૦૦/- ની ચોરી થયેલ હોય જે ગુનો વણ શોધાયેલ હોય જે ગુનાના આરોપી તથા ચોરી થયેલ મુદામાલને શોધી કાઢવા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ વરૂણ વસાવા તથા સર્કલ પો.ઇન્સ.નાઓના માર્ગદર્શન મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પો.સ.ઇ. એચ.વી.પટેલ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.        જે દરમ્યાન પો.સબ.ઇન્સ એચ.વી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. અલ્તાફભાઇ સમા ને બાતમી મળેલ કે આ કામના પ્લોટ માલીક રણછોડભાઇ ભુટાભાઇ અકબરી એ આ કામે મ...