Tuesday, February 17News That Matters

Author: Admin Admin

ઉમરાળા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ઉમરાળા તાલુકામાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકનાં રાજીનામાંનાં કારણે તથા નવા સત્રથી મધ્યાહન ભોજન કેન્દ્ર શરૂ ન કરવાના કારણે નવા અલમપર પ્રાથમિક શાળા, ધોળા ગોદડજી પ્રાથમિક શાળા અને કેરીયા પ્રાથમિક શાળાનાં મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સંચાલકની ઉચ્ચક માનદ વેતનની ખંડ સમય માટે તદન હંગામી ધોરણે ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામા આવે છે. ઉમેદવારની ઉમર ૨૦ થી ૬૦ વર્ષ તેમજ ધોરણ ૧૦ પાસ હોવી જોઈએ. અરજીમાં સંપુર્ણ વિગતો ભરી આધારો સાથે જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી ૧૫ દિવસ સુધીમાં મામલતદાર કચેરી, ઉમરાળા ખાતેના મધ્યાહન ભોજન શાખામા પહોંચતી કરવાની રહેશે. સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય સવારના ૧૧:૦૦ થી ૫:૦૦ સુધી મામલતદાર કચેરી, ઉમરાળા ખાતેથી મળી શકશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ મામલતદાર, ઉમરાળાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ...

સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર - ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૨-૦૨-૨૦૨૩ થી તા.૨૨-૦૩-૨૦૨૩ નાં સમયગાળા દરમ્યાન જિલ્લા પોલીસ અધિકારી/ કર્મચારીઓ તથા એસ.ઓ.જી., ક્યુ.આર.ટી.નાં અધિકારી/ કર્મચારીઓને સને ૨૦૨૨-૨૩ નાં વર્ષનું વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ સજા થશે તેમ જાહેરનામામાં ફરમાવેલ છે. ગુજરાત બ્યુરો ચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...

“આભા” માં ભાવનગરની આભા, આરોગ્ય લાભાર્થીઓના ડેટાને ઓનલાઈન કરવામાં ભાવનગર જિલ્લો અગ્રેસર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ટેકનોલોજીને કાર્યક્ષમતા સાથે જોડીને ભાવનગરના વહીવટી તંત્રએ ભારત અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા કમર કસી છે. ‘આભા’ એટલે કે ‘આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ’ની કામગીરી આ બાબતનું તાજેતરનું ઉદાહરણ છે. ભાવનગરના આરોગ્યતંત્રએ આભા પ્રોજેક્ટમાં રાજ્યમાં અગ્રેસર કામગીરી કરી છે. ‘આભા’ યોજના ભારત સરકારની હેલ્થ સેવાને ગુણવતાસભર અને સરળ કરવા માટે ફિઝિકલ ડોક્યુમેન્ટેશનમાંથી દર્દીને મુક્ત કરી દર્દીની હિસ્ટ્રીને ઓનલાઈન કરે છે. આ યોજનામાં ભાવનગર જિલ્લો મિશન મોડમાં કામ કરી રહ્યો છે. લાભાર્થીઓનું ડીઝીટલ લોકર જેવું જ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે જે ડીઝીટલ ઇન્ડીયા અને ડીઝીટલ ગુજરાતના આયામોની જેમ જ આરોગ્ય સેવાને સરળ કરે છે. ઈન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કોકીલાબેન સોલંકીએ જણાવ્યું હતું કે ‘આભા’ કાર્ડ કઢાવવું ખૂબ જ સરળ છે જેના માટે આધાર કાર્ડ અથવા ડ્રાઇવ...

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આઠ તાલુકાઓમાં કેમ્પનું આયોજન કરીને ૪૨૦ લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પોનું આયોજન કરી લાભાર્થીઓને પ્રથમ હપ્તાના સહાયની ચુકવણી કરવામાં આવી હતી. લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સતત પ્રયત્નશીલ રહીને નાનામાં નાનો માણસ ઘર વિયાણો ના રહી જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના નું ઝડપી અમલીકરણ કરવા આવી રહ્યું છે . પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) એ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવાસવિહોણા કે કાચું ઘર ધરાવતાં હોય, તેમને આવાસ બાંધકામ માટેની નાણાકીય સહાય પૂરી પાડતી યોજના છે. આ તકે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના 45 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા અને આ યોજનામાં ઝડપી લોકોને લાભ મળી રહે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. માંડવી ધારાસભ્ય અનિરુધભાઈ દવે ની અધ્ય...

જળ એ અમૃત છે જેથી પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઇએ : ધારાસભ્ય કાળુભાઇ ડાભી

Gujarat
"સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩" હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભીના હસ્તે બોટાદ જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩”નો છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્યએ બરવાળા તાલુકાના કુંડળ ગામે સાળંગપુર રોડનું તળાવ ઉડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઇ ડાભીએ અધ્યક્ષપદેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રબળ નેતૃત્વમાં ખેડૂતોને સિંચાઇની સુવિધાનો મહત્તમ લાભ મળી રહે તે માટે ખેત તલાવડી સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેનાં લાભો છેવાડાના ખેડૂતોને પણ મળી રહ્યાં છે.” ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે જળસંચયના કામો ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ થકી હાથ ધરવામાં આવી રહ્ય...

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારીની સુવર્ણ તક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા ધરાવનાર ફક્ત પુરૂષ ઉમેદવારો માટે ઈનોવ સોર્સ પ્રા.લી.ના કરાર પર અદાણી સોલાર પીવી લીમીટેડ- મુંદ્રા, કચ્છ ખાતેના એકમ માટે એસોસીએટ ટ્રેઈની તથા ડીપ્લોમા ટ્રેઈનીની જગ્યા માટે આઈ.ટી.આઈ ટ્રેડ પાસ ઇન ઈલેક્ટ્રીશીયન અથવા વાયરમેન અને ડીપ્લોમા ઇન મીકેનીકલ અથવા ઈલેક્ટ્રીકલ પાસની લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા ઔધોગિક તાલીમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. ઉક્ત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરવી.અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંકhttps://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. રોજગાર ઇચ્છુકોએ રીઝયુ...

બોટાદ કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ અન્વયે ભૂકંપ સમયે રાખવાની તકેદારીઓ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા બોટાદ દ્વારા આયોજિત આપત્તિ જોખમ વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફની ટીમ ભૂકંપ જેવી અણધારી આપત્તિ વખતે કેટલી સુસજ્જ છે તે બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં એનડીઆરએફના વડોદરા ખાતેના બટાલિયન-6ના અધિકારી ચોપરા દ્વારા આપત્તિ સમયે એનડીઆરએફ ટીમની કામગીરી કંઇ પ્રકારની હોય છે તેમની શું જવાબદારી છે તેમજ કેવી તૈયારી છે તે બાબતે ઉપસ્થિત બોટાદ ટીમના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભૂકંપ જેવી અણધારી પરિસ્થિતિમાં પણ એનડીઆરએફની ટીમ તાત્કાલિક મદદ માટે પહોંચી જ જાય છે પરંતુ આ સમયે સ્થાનિક લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. શાળાના વિદ્યાર્થીઓ પણ ભૂકંપ સમયે શું તકેદારી ર...

બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વ્રુતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત પાંચ દિવસીય તાલીમ વર્ગ” સંપન્ન

Health
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ         નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા બોટાદના શહેરી વિસ્તારમાં મહિલા વૃતિકા યોજના અંતર્ગત બહેનોને ફળ અને શાકભાજી પરિરક્ષણ (કેનિંગ) વિશે બાગાયત મદદનીશ પી. એચ. શિયાળીયા અને બાગાયત નિરીક્ષક એમ. એન. રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. પાંચ દિવસીય તાલીમ વર્ગમાં આદુ-લીંબુનુ શરબત, નારંગીનું શરબત, અથાણું, ફ્રૂટજામ, વિવિધ શાકભાજીમાંથી સોસ, ટોપરાના લાડુ સહિતની બનાવટો સ્થળ પર બનાવવામાં આવી હતી. સાથોસાથ બહેનો પણ પોતાની જાતે આવી પૌષ્ટિક, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાનગીઓ બનાવે અને પગભર થાય એવા આશયથી સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગ દરમિયાન બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જે. ડી. વાળાએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તાલીમાર્થી બહેનોએ આવા તાલીમ વર્ગો અવાર-નવાર યોજવા જોઈએ તેવા પ્રતિભાવો રજૂ કર્ય...

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપતું ગુજરાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  બોટાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૮ જેટલા એમ.ઓ.યુ સોમવારે તા.ર૦મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે. આ ૧૮ જેટલા બહુવિધ MoU ને પરિણામે રાજ્યમાં ૯૮પર કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૦,૮પ૧ સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે. રૂ. ૯૮પરના જે ૧૮ MoU થયા છે તે પૈકી રૂ. પ૭૩૩ કરોડના MoU વિદેશી રોકાણકારોની સહભાગીતાથી થયા છે. તદ્અનુસાર, સુરતના પલસાણ...

તળાજા ખાતે તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આઈ. ટી. આઈ. - તળાજા, જી. ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમ (કંપની) માં ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ડાઇરેક્ટ સેલ્સ એક્સિકયુટિવ, માર્કેટિંગ મેનેજર, ટ્રેની, ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ . ટી . આઈ, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા. ૨૨/૦૨/૨૦૨૩ (બુધવાર), સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે, આઈ. ટી. આઈ- તળાજા, મું. તળાજા, જી. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની ૫ ( પાંચ ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે. ગુજરાત બ્યુરો ચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...