Sunday, February 15News That Matters

ઉમરાળા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
ઉમરાળા તાલુકામાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકનાં રાજીનામાંનાં કારણે તથા નવા સત્રથી મધ્યાહન ભોજન કેન્દ્ર શરૂ ન કરવાના કારણે નવા અલમપર પ્રાથમિક શાળા, ધોળા ગોદડજી પ્રાથમિક શાળા અને કેરીયા પ્રાથમિક શાળાનાં મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સંચાલકની ઉચ્ચક માનદ વેતનની ખંડ સમય માટે તદન હંગામી ધોરણે ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામા આવે છે. ઉમેદવારની ઉમર ૨૦ થી ૬૦ વર્ષ તેમજ ધોરણ ૧૦ પાસ હોવી જોઈએ. અરજીમાં સંપુર્ણ વિગતો ભરી આધારો સાથે જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી ૧૫ દિવસ સુધીમાં મામલતદાર કચેરી, ઉમરાળા ખાતેના મધ્યાહન ભોજન શાખામા પહોંચતી કરવાની રહેશે.

સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય સવારના ૧૧:૦૦ થી ૫:૦૦ સુધી મામલતદાર કચેરી, ઉમરાળા ખાતેથી મળી શકશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ મામલતદાર, ઉમરાળાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *