Sunday, February 15News That Matters

તળાજા ખાતે તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

આઈ. ટી. આઈ. – તળાજા, જી. ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમ (કંપની) માં ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ડાઇરેક્ટ સેલ્સ એક્સિકયુટિવ, માર્કેટિંગ મેનેજર, ટ્રેની, ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.

જેમાં આઈ . ટી . આઈ, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા. ૨૨/૦૨/૨૦૨૩ (બુધવાર), સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે, આઈ. ટી. આઈ- તળાજા, મું. તળાજા, જી. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની ૫ ( પાંચ ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *