Sunday, February 15News That Matters

Author: Admin Admin

પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગોને નાગરિક સંરક્ષણની તાલીમ

પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગોને નાગરિક સંરક્ષણની તાલીમ

Education
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક  આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર અને નાયબ નિયંત્રક ધવલ પંડ્યા અને કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વેલસ્પન કંપનીના સહયોગથી મૂક-શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને કુદરતી અને માનવ સર્જિત હોનારત સમયે આત્મસુરક્ષા તેમજ રાષ્ટ્રસેવામાં સજ્જ રહેવા પાયાની તાલીમ આપવામાં આવી. આ અગાઉ કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભુજ સ્થિત નવચેતન અંધજન મંડળ ખાતે ૧૫૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે તાલીમના મોડ્યુલ બ્રેઈલમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આ તાલીમથી પ્રેરણા લઈને તરત જ શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓ માટે સંકેત ભાષા આધારિત તાલીમનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. જે દર્શાવે છે કે કચ્છ નાગરિક સંરક્ષણ દળ દરેક નાગરિકને પાયાની તાલીમ આપવા પ્રત્યે કટિબદ્ધ છે. સ...
વડાપ્રધાન ભુજ ખાતેના કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં પ્રવેશતા માર્ગોને નો પાર્કિગ ઝોન જાહેર કરાયા

વડાપ્રધાન ભુજ ખાતેના કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં પ્રવેશતા માર્ગોને નો પાર્કિગ ઝોન જાહેર કરાયા

Gujarat
હિન્દ ન્યુઝ, ભુજ        વડાપ્રધાનની કચ્છ જિલ્લાની મુલાકાત સંદર્ભે ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૨૫/૦૫/૨૦૨૫ના રોજ કલાક ૧૨:૦૦ થી તા.૨૬/૦૫/૨૦૨૫ના કલાક ૨૨:૦૦ વાગ્યા સુધી મિરઝાપર ત્રણ રસ્તાથી, પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તાથી, રિલાયન્સ સર્કલથી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલથી, નળ સર્કલથી શેખરણપીર ત્રણ રસ્તા સુધી તેમજ નળ સર્કલથી છત્રીસ કવાટર્સ ચાર રસ્તાથી ત્રિમંદિરથી પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તા સુધીના રસ્તા/માર્ગોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ થયેલ છે. જેની વિગતે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ તા.૨૫/૦૫/૨૦૨૫ન...
વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર, આગામી તા.૧૯મી જૂનના રોજ યોજાશે મતદાન

વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર, આગામી તા.૧૯મી જૂનના રોજ યોજાશે મતદાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ કડી વિધાનસભા બેઠક તથા જુનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે તા.૨૬ મે, ૨૦૨૫ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન તથા તા.૨૩ જૂન, ૨૦૨૫ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ પંજાબ અને પશ્ચિમ બંગાળની એક-એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત ગુજરાતની બે બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી ગુજરાતની ૨૪ – કડી વિધાનસભા (અ.જા.) અને ૮૭ – વિસાવદર વિધાનસભા બેઠક માટે તા.૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે તા.૨૬ મે, ૨૦૨૫ થી તા. ૦૨ જૂન, ૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. કડી અને વિ...
જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ     કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની કચેરી, દરેક પોલીસ સ્ટેશનો, જાહેરસ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી રેલી સરઘસ કે રેલી કાઢીને આવેદન પત...
જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, ભચાઉ તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની કચેરી, દરેક પોલીસ સ્ટેશનો, જાહેરસ્થળો, દરેક સરકારી કચેરીઓની બહાર કે તમામ સરકારી કચેરીઓના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા...
કચ્‍છ જિલ્‍લામાં ૮મી જુન-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્‍છ જિલ્‍લામાં ૮મી જુન-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ ડી.પી.ચૌહાણ એ તા.૦૮/૦૬/૨૦૨૫ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે....
રાજકોટ જિલ્લાના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૫ દિવસીય ‘કૃષિ સખી તાલીમ’

રાજકોટ જિલ્લાના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૫ દિવસીય ‘કૃષિ સખી તાલીમ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ    રાજકોટ જિલ્લાના તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૫ દિવસીય 'કૃષિ સખી તાલીમ' યોજાઈ હતી,જેમાં કૃષિ વિભાગના નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારા ૩૨ બહેનોને પ્રાકૃતિક કૃષિ અને પશુપાલન વિષયક થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું. આ તાલીમનો ઉદ્દેશ રાસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનો અને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો છે. તાલીમમાં રહેણાંક અને જમવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી હતી. તાલીમ બાદ તમામ બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.હવે આ બહેનો પોતપોતાના ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભ અંગે માહિતી આપીને અન્યોને પણ પ્રશિક્ષીત બનાવશે....
રાજ્ય સરકારની “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0” (SSIP 2.0) વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને આત્મનિર્ભરતાનો એક નવો જોશ ભરી રહી છે

રાજ્ય સરકારની “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0” (SSIP 2.0) વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને આત્મનિર્ભરતાનો એક નવો જોશ ભરી રહી છે

Education
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ      રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ 17 શૈક્ષણિક સંસ્થાઓને રૂ. 2.82 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે, જેમાંથી 1,241 વિદ્યાર્થીઓએ 570 ઇનોવેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. SSIP2.0ના આવા જ એક પ્રોજેક્ટ હેઠળ 24 વર્ષીય કૃપા બોડાએ માત્ર રૂ.15,000ની મૂડીથી "મોરિક ડીલાઇટ" નામની પૌષ્ટિક ચોકલેટ તૈયાર કરી છે, જે સરગવાની શીંગ જેવા આરોગ્યપ્રદ શાકભાજીમાંથી બનેલી છે. ચેતન ઠાકર અને ભાવના વૈધના માર્ગદર્શન હેઠળ તેનું આ પ્રોજેક્ટ SSIPમાં પસંદ થયું હતું. કૃપાએ ચોકલેટ માટે FSSAI નોંધણી અને લેબ ટેસ્ટ પણ કરાવ્યા છે અને હવે પેટન્ટની દિશામાં આગળ વધી રહી છે.  રાજ્ય સરકારની આ પહેલ થકી વિદ્યાર્થીઓ “જોબ સીકર” થી “જોબ ગીવર” બની રહ્યા છે. SSIP 2.0 ગુજરાતી યુવાનો માટે નવી શક્યતાઓના દ્વાર ઉઘાડી રહી છે....
નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાઉન્સિલની 10મી બેઠક યોજાય

નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાઉન્સિલની 10મી બેઠક યોજાય

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, દિલ્હી      માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજભાઈ જોશી પણ જોડાયા હતા. વિકસિત ભારત- 2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે તેને પાર પાડવામાં દેશના દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છેઃ મુખ્યમંત્રી...
જામનગરમાં ધો.૧૦ પછીના ડીપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

જામનગરમાં ધો.૧૦ પછીના ડીપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

Education
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર       જામનગરમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનાર તારીખ ૨૮/૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૩૦ કલાકે, સરકારી પોલિટેકનિક, સેમીનાર હોલ,ન્યુ બિલ્ડીંગ,વાલસુરા રોડ,જામનગર ખાતે યોજવામાં આવશે જેમાં સરકારી પોલિટેકનિક જામનગરના તજજ્ઞો માર્ગદર્શન પુરૂ પાડશે. આ સેમિનારનો ઇચ્છુક ઉમેદવારો મહત્તમ ભાગ લે તે માટે સરકારી પોલિટેકનિકના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે....