Tuesday, May 5News That Matters

જામનગરની જી.જી.હોસ્પિટલને સતત ત્રીજી વખત “લક્ષ્ય” પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલનું સર્ટીફીકેટ તથા પીડીયાટ્રીક વિભાગને પ્રથમ વખત MusQan સર્ટીફીકેટ એનાયત

હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર

જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે તા. ૦૯/૦૧/૨૦૨૬ અને ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ ગાયનેક વિભાગના લેબરરૂમ તથા મેટરનિટી ઓપરેશન થિયેટરનું LaQshya નેશનલ લેવલ એસેસમેન્ટ આવેલ હતું તથા પીડીયાટ્રીક વિભાગના એસ.એન.સી.યુ., ઓ.પી.ડી., વોર્ડ તથા એન.આર.સી.નું MusQan નેશનલ લેવલ એસેસમેન્ટ આવેલ હતું. આ અસેસમેન્ટ માટે બે નેશનલ લેવલના અસેસર આવેલ હતા. તેઓને હોસ્પિટલનું બ્રીફિંગ ઓપનીંગ મીટીંગમાં કરવામાં આવેલ હતું. ત્યારબાદ અસેસરશ્રીઓ દ્વારા ગાયનેક વિભાગના લેબર રૂમ તથા મેટરનીટી ઓપરેશન થિયેટરનો અને પીડીયાટ્રીક વિભાગના એસ.એન.સી.યુ., ઓ.પી.ડી., વોર્ડ તથા એન.આર.સી. અને ગાયનેક વિભાગના લેબરરૂમ, મેટરનીટી ઓપરેશન થીએટર તથા વોર્ડનો ક્વોલીટી રીલેટેડ રાઉન્ડ લેવામાં આવેલ હતો.

જેમાં અસેસર દ્વારા તમામ રેકોર્ડ, રજીસ્ટર, IEC મતિરિઅલ, ઉપલબ્ધ સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારી/ કર્મચારીને વિવિધ પ્રશ્નો તથા પ્રેક્ટીકલ ડેમો કરાવવામાં આવેલ હતા. ઉપરાંત દર્દી અને દર્દીના સગા સાથે વાતચીત કરી આપવામાં આવતી સારવારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ વિઝીટ બાદ તેઓ દ્વારા LaQshya તથા MusQan નો રીપોર્ટ NHSRC, દિલ્હી ખાતે જમા કરવામાં આવેલ ત્યારબાદ NHSRC, દિલ્હી દ્વારા સતત ત્રીજી વખત જી.જી. હોસ્પિટલને નેશનલ કક્ષાનું LaQshya તથા પ્રથમ વખત MusQan સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે.

આ અગાઉ પણ જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર રૂમ અને મેટરનીટી ઓપરેશન થીયેટરને બે વખત LaQshya સર્ટીફીકેટ મળ્યું હતું. હાલ સતત ત્રીજી વખત જી.જી. સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગને LaQshya સર્ટીફીકેટની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તથા પીડીયાટ્રીક વિભાગને પ્રથમ વખત MusQan સર્ટીફીકેટની સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.

આ તકે જી.જી. હોસ્પિટલ ખાતે જામનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી. એન. મોદીના વરદ હસ્તે જી.જી. સરકારી હોસ્પિટલના વિવિધ ક્વોલીટી સર્ટીફાઈડ વિભાગોના અધિકારીશ્રી / કર્મચારીઓને બિરદાવામાં આવ્યા હતા. જેમાં LaQshya, MusQan, NABL અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ લેબ ડાયરેક્ટશ્રી, ગાયનેક, પીડીયાટ્રીક, પેથોલોજી, બાયોકેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી વિભાગના વડાશ્રી તથા વિભાગોને, એ.એચ.એ., નર્સિંગ અધીક્ષક, ઇન્ફેકશન કંટ્રોલ નર્સ તથા કર્મચારીઓને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *