હિન્દ ટીવી -ગુજરાતી, ગાંધીનગર
ગુજરાત એગ્રો અને બાગાયત વિભાગ, ગાંધીનગર તરફથી મેંગો ફેસ્ટિવલ તેમજ મેંગો વેરાયટીના એક્ઝિબિશનનું આયોજન કરાયું.
જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આશરે 125 ખેડૂતો દ્વારા 72 જેટલી કેરીની વિવિધ જાતોના નમૂના રજૂ કરાયા; આ ખેડૂતો દ્વારા કેસર, રાજાપુરી, વનરાજ, હાફુસ, દશેરી જેવી કેરીની વિવિધ જાતો ગ્રાહકોને સીધા વેચાણ માટે સ્ટોલ ઉપર મૂકાઈ, તા. 5 મે સુધી આ એક્ઝિબિશન ખુલ્લું રહેશે.
આ અવસરે આયોજિત સેમિનારમાં કૃષિ મંત્રીએ ખેડૂતોને નફાકારક ખેતી કરવા સરકાર દ્વારા અમલીકૃત વિવિધ સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો; વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, સુરત ફોન નં: 0261-2655948 ખાતે રૂબરૂ સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક દ્વારા અનુરોધ કરાયો.
