Friday, April 24News That Matters

બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન અને મત ગણતરી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે

બોટાદ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી એપ્રિલ-૨૦૨૬ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી યોજવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તેમજ મતદાન અને મતગણતરીના દિવસો દરમિયાન વહીવટી સંકલન જળવાઈ રહે તે હેતુથી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની કચેરી ખાતે ખાસ ચૂંટણી કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી, માર્ગદર્શન કે રજૂઆતો માટે નાગરિકો ટેલીફોન નંબર- ૦૨૮૪૯-૨૭૧૩૮૧ પર સંપર્ક કરી શકશે. જેની જિલ્લાના સર્વે મતદાર/નાગરિકોએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવે છે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાતની યાદીમાં જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *