Friday, April 24News That Matters

શેત્રુંજી નહેરોમાં પૂરતી સપાટીએ પાણી વહેતું હોવાથી કેનાલ બાઉન્ટ્રીમાં પ્રવેશ ન કરવા અનુરોધ

ભાવનગર

શેત્રુંજી સિંચાઇ યોજનાના જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલ રવી-ઉનાળુ ૨૦૨૫-૨૬ સિઝનની સિંચાઇ માટેનું પાણી વહન કરવાનું શરુ છે. તથા શેત્રુંજી જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેર અને તેની શાખા, પ્ર-શાખામાં પૂર્ણ સપાટીએ પાણી વહે છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે, કેનાલ બાઉન્ટ્રીમાં પ્રવેશ ન કરવાની સુચના આપવામાં આવી છે. જો કોઈ જાનહાનિ કે અન્ય કોઈ આકસ્મિક બનાવ બને તો સિંચાઇ ખાતાની જવાબદારી રહેશે નહિ. જેની જાહેર જનતાને નોંધ લેવી તેમ, કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગની યાદીમા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *