Tuesday, April 14News That Matters

ડાંગ જિલ્લામાં “પોષણ સંગમ” કાર્યક્રમના અમલીકરણથી બાળકોના કુપોષણમાં ઘટાડો

ડાંગ

બાળકના જીવનમાં પ્રથમ ૧૦૦૦ દિવસ ખૂબ જ અગત્યના છે. અતિ ગંભીર કુપોષિત બાળકોની વહેલી ઓળખ અને સારવાર બાળકમાં તબીબી જટિલતાઓ પેદા થતી અટકાવવામાં મદદરૂપ થાય છે. આવા બાળકોને તબીબી સારવાર તથા દવા અને સૂક્ષ્મ પોષણ તત્વો સમુદાય સ્તરે ઉપલબ્ધ કરાવી બાળકોને કુપોષણ માંથી બહાર કાઢવા રાજ્ય સરકારશ્રીનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવા અભિગમ સાથે “પોષણ સંગમ” કાર્યક્રમ અમલીકરણ કરવામાં આવેલ છે.
C-MAM (સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન) કાર્યક્રમ ૧૦ પગલાં આધારિત છે. જેમાં આરોગ્ય શાખા સાથે સંકલન કરી બાળકોનું સ્ક્રિનિંગ કરી અતિ ગંભીર કુપોષિત (SAM) અને મધ્યમ ગંભીર કુપોષિત (MAM) બાળકોને જરૂરિયાત મુજબ સંસ્થાકીય સ્તરે( CMTC,NRC) કે સમુદાય સ્તરે (આંગણવાડીમાં) સારવાર દેખરેખ રાખવામાં આવે છે. સમુદાય સ્તરે બાળકોનો આંગણવાડીમાં જ સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ પૂરક પોષણ બાળકોને સમયસર મળે, યોજનાકીય તમામ લાભ મળે એ સુનિશ્ચિત કરવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં બાળકોનાં કુપોષણનાં પ્રમાણમાં માર્ચ-૨૦૨૫ની સરખામણીમાં ફેબ્રુઆરી-૨૦૨૬ માં બાળકોનો ઘટાડો થયેલ છે. માર્ચ-૨૦૨૫ માં અતિગંભીર કુપોષિત બાળકોનું પ્રમાણ ૧.૯૧% હતું. જે ઘટીને ફેબ્રુઆરી-૨૦૨૬ માં ૦.૭૯ % થયું છે. મધ્યમ ગંભીર કુપોષિત બાળકોનું પ્રમાણ ૮.૬૬ % હતું. જે ઘટીને ૩.૯૬ % અને અતિ કુપોષિત બાળકોનું પ્રમાણ ૬.૫૪ % જે ૨.૮૫ % થયું છે. આમ,કુપોષણમાં કુલ (SAM,MAM,SUW,MUW) ૨૪૫૧ બાળકોનો ઘટાડો થયો છે.
ICDS યોજનાનું અસરકારક અમલીકરણ થાય અને બાળકો પૂરક પોષણથી વંચિત ના રહે, “પોષણ સંગમ” કાર્યક્રમનું સઘન મોનિટરિંગ થાય એ બાબતે માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા નિયમિત ICDS શાખા અને આરોગ્ય શાખાની મંથલી મીટીંગો લઈ રીવ્યુ કરવામાં આવે છે. અને તેઓશ્રી દ્વારા તમામ ઘટકની આંગણવાડીની સ્થળ વિઝીટ કરવામાં આવી રહી છે. સ્થળ વિઝીટમાં યોજનાકીય તમામ ચકાસણી કરવામાં આવે છે.
આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મંગળ દિવસની ઉજવણી ,બાળકોનું નિયમિત વજન- ઉચાઈ, પ્રિ- સ્કુલ શિક્ષણ, રમત ગમત,નિયમિત પૂરકપોષણ, THR અને લોકલ ફુડ માંથી વાનગી નિદર્શન, લાભાર્થીની હોમ વિઝિટ ,”પોષણ સંગમ” નું સફળ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. અને પોષણ બાબતે વાલીઓમાં જાગ્રુતિ લાવવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લા ICDS ટીમના અધિકારી, કર્મચારી દ્વારા પણ આંગણવાડીની નિયમિત વિઝીટ કરી ગ્રાસરૂટ લેવલે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સમગ્ર વહીવટી ટીમ અને ટીમ ICDS શાખા, આરોગ્ય શાખાના સંયુક્ત પ્રયત્નોથી કુપોષણને ઘટાડવા બાબતે સફળતા મળી છે. વધુમાં કુપોષણ બાબતે ટીમ ICDS દ્વારા સતત પ્રયત્ન ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *