Tuesday, April 14News That Matters

ઓડ ખાતે ચૂંટણી તાલીમ દરમિયાન શંકરા આઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

આણંદ

૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા ઓડ સ્થિત ડી.એમ. પટેલ કોલેજ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર (PR) અને પોલિંગ ઓફિસર (PO) માટે પ્રથમ તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકશાહીના આ પર્વમાં ફરજ બજાવનાર કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી, આણંદ અને શંકરા આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ આરોગ્યલક્ષી પહેલ હાથ ધરવામાં આવી હતી.
જેના ભાગરૂપે તાલીમના પ્રથમ સત્રના અંતે, લાંબા સમય સુધી સ્ક્રીન વર્ક અને ફિલ્ડ ડ્યુટી કરતા ચૂંટણી કર્મચારીઓ માટે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા તાલીમ સ્થળ પર જ વિનામૂલ્યે આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સુવિક્રમ તિવારી અને તેમની ટીમ દ્વારા સંચાલિત આ કેમ્પમાં અત્યાધુનિક સાધનો વડે કર્મચારીઓની આંખોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં કુલ ૬૯ કર્મચારીઓની આંખોનું પરીક્ષણ કરાવ્યું હતું અને તપાસ દરમિયાન ૩૧ જેટલા કર્મચારીઓને ચશ્મા પહેરવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ કુલ ૦૯ જેટલા દર્દીઓમાં રેટિના (પડદા) ને લગતી સમસ્યાઓ જોવા મળી હતી, જેમને આગળની સારવાર માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *