Friday, July 24News That Matters

દાહોદ તાલુકાની ઘટક ૨ ની જાલત-૬,આગાવાડા-૫, અને ઉચવાણીયા-૯ આંગણવાડી કેન્દ્રનો ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કાયાકલ્પ

હિન્દ ટીવી -ગુજરાતી, દાહોદ

દાહોદ તાલુકાની ઘટક ૨ ની જાલત-૬,આગાવાડા-૫, અને ઉચવાણીયા-૯ આંગણવાડી કેન્દ્રનો ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કાયાકલ્પ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાની ઘટક ૨ની જાલત-૬ ઉચવાણીયા-૯ અને આગાવાડા-૫ આંગણવાડી કેન્દ્ર ખાતે નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવવાનો છે.આંગણવાડી કેન્દ્રમાં અંદાજે અન્ય સરકારી ભંડોળ ( પ્રધાન મંત્રી આદિ આદર્શ યોજના તેમજ ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ )તેમજ રૂ. ૮,૫૦૦/- ના ખર્ચે આંગણવાડીનું રંગરોગાન (કલરકામ) તેમજ જરૂરી નાના-મોટા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ નવીનીકરણ દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે વધુ સુદ્રઢ માળખાકીય સુવિધાઓ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *