Sunday, February 15News That Matters

અકસ્માતે ગેસ લીકેજની ઘટનાનો તાદ્રશ્ય ચિતાર

હિન્દ ટીવી – ગુજરાતી, 

    ગેસ લીકેજની ઘટનાનો ફાયર ઈમર્જન્સી કૉલ વાગતાં જ સમગ્ર ડિઝાસ્ટર તંત્રએ વિવિધ વિભાગોના સંકલન સાથે ગેસ લીકેજ પર કઈ રીતે કાબૂ મેળવ્યો તેનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.

સૌ પ્રથમ સ્ટેશન ઓપરેટરે એલ-સીએનજી પ્લાન્ટનું નીરિક્ષણ કર્યું હતું. સ્ટેશનનું આઇ.આર.એમ દ્વારા જે એસ.ઓ.પી પ્રમાણે પ્લાન્ટના અલગ અલગ ભાગોનું ઇન્સ્પેક્શન કર્યું હતું. તમામ યુનિટનું સારી રીતે નીરિક્ષણ કરી અને ઓબ્ઝર્વેશન પોઇન્ટ નોંધ્યા હતા.

આ દરમિયાન તેમણે હાઈપ્રેશર પમ્પમાં લીકેજ થતું હોવાનું નોંધ્યુ અને સાઈટ ઈન્ચાર્જ અને ઓ એન્ડ એમ એન્જિનિયર્સને જાણ કરી હતી. 

સાઈટ ઈન્ચાર્જ અને ઓ એન્ડ એમ એન્જિનિયર્સને ટૂલ કીટ અને ક્રાયોજેનિક સૂટ સાથે ડાઈક એરિયામાં લીકેજને દૂરસ્ત કરવા માટે રવાના થયા હતા.

આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં સાઇટ ઇન્ચાર્જે સાઈટ ઈન્સિડેન્ટ કંટ્રોલરને જાણ કરી હતી અને લેવલ-૧ ઈમરજન્સી ઘોષિત કરી હતી.

સાયરન વગાડી અને સાઇટ પર લેવલ-૧ દુર્ઘટના થઈ હોવાનો સંદેશો પ્રસારિત કરતા એસેમ્બલી પોઇન્ટ ઉપર તમામ વર્કર એકઠાં થઈ ગયા હતા.

આ દરમિયાન લીકેજ વાલ્વનું સમારકામ કરતાં સાઈટ ઓપરેટર બેભાન થતાં સાઈટ ઈન્ચાર્જે ફર્સ્ટ એઈડ ટીમને જાણ કરી હતી.

ફર્સ્ટ એઈડ ટીમે ત્વરિત પ્રતિક્રિયા આપતાં પી.પી.ઈ. કિટ રિમૂવ કરી ઈજાગ્રસ્ત ઓપરેટરને સારવાર આપી હતી. વધુ સારવાર અર્થે તાત્કાલિક એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન લીકેજમાં આગ લાગતા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર ટીમ સત્વરે આવી પહોંચી હતી અને આગ બૂઝાવવાનું ચાલું કર્યું હતું.

આ દરમિયાન એસ.આઇ.સી.ના આદેશ અનુસાર લેવલ-૨ ઈમરજન્સી જાહેર કરી હતી. ટેંકને કૂલ કરવા માટે હાઈડ્રેન્ડ મોનિટર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 

પરિસ્થિતિ વધુ વણસતી જોઈ અને લેવલ-૩ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પ્રાઇવેટ કંપનીની ફાયર ટીમ દ્વારા ફાયર ઉપર કાબુ ન આવતા એક્સટર્નલ હેલ્પલાઈન ફાયરબ્રિગેડ, પોલીસ, જિલ્લા કંટ્રોલરૂમ વગેરેને જાણ કરવામાં આવી હતી.

આ દુર્ઘટનાની જાણ થતાં જ ગુજરાત રાજ્ય અગ્નિશમન આવી પહોંચ્યું હતું અને આગ કાબૂમાં આવી હતી. આગ કાબૂમાં આવ્યા પછી ઓ એન્ડ એમ એન્જિનિયર્સે સ્કાબાસૂટ પહેરી નીરિક્ષણ કરી અને ઓલ ક્લિઅરનો સંદેશો આપ્યો હતો. આ રીતે સમગ્ર પરિસ્થિતિ કંટ્રોલમાં આવી હતી.

આઈ.આર.એમ.એનર્જીના ડિસ્ટ્રિક્ટ હેડ હાર્દિકસિંહ ડોડિયા, સેફ્ટી ઓફિસર શ્રી જગદીશ ચૌધરીની નિશ્રામાં આ સમગ્ર નિદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.

આ અવસરે ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી ડેપ્યુટી ડિરેક્ટર જિજ્ઞેશ ત્રિવેદી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર એ.સી.મેર, જી.એચ.સી.એલ ફાયર સેફ્ટી મેનેજર પી.કે. ચૌધરી, સુનિલગીરી અપારનાથી, ફાયર ઓફિસર સુનિલ યાદવ મેનેજર રાજેશ રાજપૂત સહિત જી.એચ.સી.એલ, અંબુજા સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ પાવર, સૌરાષ્ટ્ર સિમેન્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *