Monday, February 16News That Matters

ભાવનગર જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ઓગષ્ટનાં રોજ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ઓગષ્ટ-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૮/૨૦૨૩ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.

આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૮/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેકટર, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *