Monday, February 16News That Matters

બાળકોનો સર્વાંગી વિકાસ કરતું બાલવાટિકાનું પાઠયપુસ્તક 

 હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર 

ભાવનગર જિલ્લાના વરતેજની સોડમતિયા પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ પરમાર દ્વારા પાઠયપુસ્તકના અમુક પાઠ લખવામાં આવ્યા છે

   નવી રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસી મુજબ આંગણવાડી અને ધોરણ ૧ નો સેતુ સાંધતા બાલવાટિકા કોર્ષને સૌપ્રથમ ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. ત્યાર્ બાળકોના હાથ અને આંખનો સમન્વય સાધતું અને તેમનો સર્વાંગી વિકાસ કરતું બાલવાટિકાનું પાઠયપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક તૈયાર કરવામાં ભાવનગર જિલ્લાની એક સરકારી શળાના આચાર્યનું પણ યોગદાન છે.

જે બાળકની ૫ થી ૬ વર્ષ વચ્ચેની વય ધરાવતું હોય અને તેમને નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાલવાટિકામાં શિક્ષણ આપવામાં આવે છે. આ બાલવાટિકાઓ પ્રાથમિક શાળાઓમાં જ શરૂ કરવામાં આવ્યો છે. જુનથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી એપ્રિલ એમ બે સેમેસ્ટરમાં બાલવાટિકા કાર્યરત થશે. તો એનું પાઠયપુસ્તક પણ બે ભાગમાં જુનથી ડિસેમ્બર અને જાન્યુઆરીથી એપ્રિલ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે બાલવાટિકાનો અભ્યાસક્રમ બાળકો માટે પહેલા ધોરણ સુધી પહોંચવાનો સેતુ બનશે. 

ભાવનગર જિલ્લાના વરતેજની સોડમતિયા પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ પરમાર દ્વારા પાઠયપુસ્તકના અમુક પાઠ લખવામાં આવ્યા છે ત્યારે મનીષભાઈ જણાવે છે કે બાળકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય, બાળકો અસરકારક પ્રત્યાયનકર્તા બને અને બાળકો નજીકના પર્યાવરણ સાથે જોડાય એ મુજબની સમજણ કેળવાય એ હેતુથી આકર્ષક ચિત્રો સાથે “બાલવાટિકા” નું પાઠયપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. મનીષભાઈ ૧૮ વર્ષનો શિક્ષણક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.  

પાઠયપુસ્તકમાં આકાર, રંગ, કદ, અવાજ, પર્યાવરણની વસ્તુઓ, પક્ષીઓનું બારીક અવલોકન, શરીરના અંગો જેવી વગેરે બાબતોનું ખૂબ જ જીણવટપૂર્વક ધ્યાન આપીને તૈયાર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે “બાલવાટિકા” નું પાઠયપુસ્તક બાળકોને પ્રેક્ટિકલ નોલેજ વધે એ પ્રકારનું ખાસ તૈયાર કરવામાં આવ્યું છે જેથી આવનાર ભવિષ્યની ઉજ્જવળ કેડી કંડારી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *