Tuesday, February 17News That Matters

સુત્રાપાડા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્નભોજન યોજનાના કેન્દ્રો માટે વ્યવસ્થાપક (સંચાલક)ની જગ્યા ઉપર નિમણૂક અંગે

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

          ચાલુ શૈક્ષણીક વર્ષ ૨૦૨૩-૨૪ માટે સુત્રાપાડા તાલુકામાં બોસન, રંગપુર, લોઢવા, સોલાજ, સુત્રાપાડા પ્રાથમીક શાળા તેમજ સીમશાળામાં વ્યવસ્થાપક (સંચાલક)ની પ્રા.શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો માટે તદન હંગામી ધોરણે ખંડ સામે માટે અને ગમે ત્યારે વગર નોટિસે છૂટા કરવાની શરતે વ્યવસ્થાપક (સંચાલક)ની જગ્યા ઉપર નિમણૂક માટે રસ ધરાવતી વ્યક્તિઓએ મામલતદાર કચેરી-સુત્રાપાડા ખાતે તા.૨૮/૦૫/૨૦૨૩ના ૧૬:૦૦ કલાક સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

અરજીનો નમૂનો મામલતદાર કચેરી, સુત્રાપાડા મધ્યાહન ભોજન યોજના શાખા રૂમ નં.૬ માંથી મળી રહેશે.(રજાના દિવસો સિવાય) અરજીમાં તમામ વિગતો તથા જે શાળા/કેન્દ્ર માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ જણાવવાનું રહેશે. અરજી સાથે જોડવાના તથા તમામ પ્રકારના પ્રમાણપત્રોની ખરી નકલ સાથે મામલતદાર કચેરી, સુત્રાપાડા ઈન્વર્ડ શાખા રૂમ નં.2માં પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતોવાળી તથા નિયત સામેમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. શિક્ષણ વિભાગ,ગુજરાત સરકારના ઠરાવ અનુસાર સ્થાનિક સ્ત્રી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સ્થાનિક યોગ્ય વ્યક્તિ  ન મળે તો નજીકના ગામની વ્યક્તિ તથા વિધવા અને ત્યક્તા મહિલાને અગ્રતા આપવામાં આવશે.

ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણીક  લાયકાતના આધારે ઠરાવમાં જણાવેલ જોગવાઈઓ આધીન કરવામાં આવશે. પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે. અરજી રજૂ કરવાની છેલ્લી તારીખ-૨૮/૦૫/૨૦૨૩ અને સમય-૧૬-૦૦ કલાક સુધી સ્થળ મામલતદાર કચેરી, સુત્રાપાડા મધ્યાહન ભોજન યોજના શાખા રૂમ નં.૬ રહેશે. નિયત નમુના સિવાયની તેમજ મુદત બહારની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં એમ મામલતદાર સુત્રાપાડાની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *