Tuesday, February 17News That Matters

ગીર સોમનાથમાં ઈણાજ ખાતે ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલ અંતર્ગત મિટિંગ યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

         ગીર સોમનાથ અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારી મેહુલ ગજ્જર અને ડાભીની ઉપસ્થિતિમાં જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્ર રિજનલ એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં સભ્યસચિવ એ.આર.ટી.ઓ સરવૈયાએ ગત બે માસમાં જિલ્લાઓમાં થયેલ તમામ પ્રાણઘાતક અકસ્માતો અને આવા અકસ્માતો નિવારવા અંગે ચર્ચા તેમજ જાહેર માર્ગ પર ઉભા થતાં વર્ક ઝોન પર રોડ એજન્સીએ વર્ક ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવી જિલ્લા રોડ સેફ્ટી પાસે મંજૂર કરવાના ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના હુકમ અંગે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત મિટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલિસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અન્ય તમામ માર્ગ સલામતીને લગતી સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં ડાભોર બાયપાસ કનેક્ટિવિટી, માર્ગ સલામતિ જાગૃતિ તથા સઘન એન્ફોર્સમેન્ટ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *