Tuesday, February 17News That Matters

ભાવનગર જિલ્લાના નોકરીદાતાઓ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલ: www.anubandham.gujarat.gov.in તેમજ એપ શરૂ કરવામાં આવેલ છે. જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રનાં નોકરીદાતાઓ એટલે કે કંપની/સંસ્થા/યુનિટ/એકમ/કચેરી પોતાની કક્ષાએ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની મુલાકાત લઈ સરળ સ્ટેપને અનુસરી જાતે જ નોકરીદાતા તરીકે નોંધણી કરાવી શકે છે. જે જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રનાં એકમની નોંધણી રોજગાર કચેરી ખાતે રોજગાર બજાર માહિતી એકમ હેઠળ કરાવેલ હોય તેને પણ અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરવાની રહે છે. આ પોર્ટલ પર વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતાં રોજગારવાંચ્છુ ઉમેદવારો દ્વારા નોંધણી થતી હોય છે. જેથી આપની કંપની/સંસ્થા/એકમ ખાતે ઉપલબ્ધ જગ્યાઓ અનુબંધમ પોર્ટલ પર નોંધાવી જરૂરી કૂશળ માનબળ મેળવી શકો છો. તેમજ અનુબંધમ પોર્ટલમાં નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો રોજગાર સેતૂ કોલ સેન્ટર નં: ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર ફોન કરી શકો છો. અન્યથા જરૂરી તમામ આપનાં એકમની વિગતો અને પાનકાર્ડ/જી.એસ.ટી. ની વિગત સાથે રૂબરૂ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, એફ-૫/૬, બહૂમાળી ભવન, ભાવનગર ખાતે કચેરી સમય દરમિયાન હાજર રહી નોંધણી કરાવી શકો છો તેમ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *