Sunday, February 15News That Matters

શેત્રુંજી સિંચાઇ યોજનાના જમણા તથા ડાબા કાંઠા નહેરમાં હોળી ધુળેટીના આવનાર તહેવારોને ધ્યાનમા રાખી કેનાલ બાઉન્ડ્રીમાં પ્રવેશ ન કરવા સુચના

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

શેત્રુંજી સિંચાઇ યોજનાના જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલ રવિ – ઉનાળુ ૨૦૨૨-૨૩ની સિંચાઇ માટેનું પાણી વહન કરવાનું શરુ છે. તેમજ શેત્રુંજી જમણા કાંઠા તથા ડાબા કાંઠા નહેર અને તેની શાખા, પ્ર-શાખામાં પુર્ણ સપાટીએ પાણી વહે છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે હોળી ધુળેટીના આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી કેનાલ બાઉન્ડ્રીમાં પ્રવેશ ન કરવાની સુચના આપવામા આવે છે. જો કોઇ જાનહાની કે અન્ય કોઇ આકસ્મીક બનાવ બને તો સિંચાઇ ખાતાની જવાબદારી રહેશે નહી. જેની જાહેર જનતાએ નોંધ લેવી તેમ કાર્યપાલક ઇજનેરશ્રી, ભાવનગર જળસિંચન વિભાગ ભાવનગરની યાદીમા જણાવેલ છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *