Sunday, February 15News That Matters

પી.એમ.કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધારe-KYC” અને બેંક ખાતા “આધારસિડિંગ” તથા આધાર અપડેટ કરવા તાકીદ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ સહાય સરકાર તરફથી આપવામાં આવી રહેલ છે. જે સરકારશ્રી દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ ૧૩ મો હપ્તો રીલીઝ કરવામાં આવેલ છે. હપ્તો મેળવવા માટે ભારત સરકારશ્રી યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવતા પાત્ર ખેડુતોએ “આધાર e-KYC” અને બેંક ખાતામાં “આધાર સિડિંગ”ફરજીયાત કરાવેલ હોવુ જરૂરી છે.

આ માટે લાભાર્થી ખેડુતે તેના રજીસ્ટ્રર્ડ મોબાઇલ પરથી “આધાર e-KYC” કરી શકશે. જેમા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના પોર્ટલ પર OTP મોડ દ્વારા e-KYC કરી શકશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ આધાર e-KYC કરાવી શકશે અથવા ગ્રામ પંચાયત વી.સી.ઇ. પાસેથી કે પોસ્ટ ઓફીસ ખાતેથી પણ e-KYC કરાવી શકશે.

લાભાર્થી પોતાની બેંકમા કે જે બેંક્માં હપ્તા પ્રાપ્ત થઇ રહ્યા છે અથવા હપ્તા આવી રહ્યા હતા અને બંધ થયેલ છે તેવા ખેડુતોએ પોતાની બેંક્માં જઇ આધાર સિડીંગ ફરજીયાત કરાવી લેવુ.

જે ખેડુતોએ પોતાના આધારકાર્ડમાં કોઇ સુધારો જેવો કે, (નામના સુધારો, જન્મ તારીખમાં સુધારો, સરનામામાં સુધારો કે મોબાઇલ નંબર સુધારો કે અપડેટ જેવી કોઇ પણ વિગત) કરેલ હોય તો તે આધારકાર્ડ પ્રથમ આપની બેંકમા અપડેટ કરવાનુ રહેશે ત્યારબાદ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ પોર્ટ્લ પર તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરીમા ખેતીવાડી શાખા/ આપના ગામના ગ્રામપંચાયતના વી.સી.ઇ/ પોસ્ટ ઓફીસ અથવા આપના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જઈ પણ e-KYC કરાવી શકશે. સુધારેલ આધારકાર્ડ રજુ કરી અપડેટ કરાવી લેવા આથી તમામ ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે.

જો આધારલીક અને આધાર સિડીંગ કરાવેલ નહિ હોય તેઓ આગામી હપ્તો મળવાપાત્ર થશે નહિ તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *