Sunday, February 15News That Matters

યોગ કોર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર્સ માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

 રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ ભાવનગર જિલ્લાના યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. તે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ અને યોગ બોર્ડનું યોગ કોચ/ યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઈએ. એવોર્ડ મેળવવા ઉંમરનો કોઈ બાધ નથી. એવોર્ડ માટે સતી અને અપડેટ કરેલી પ્રોફાઇલ (બાયોડેટા) પુરાવા સાથે રજૂ કરવાના રહેશે. અરજી કરતી વખતે પુરૂનામ, તાજેતરનો ફોટો, સરનામું અને સંપર્ક નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કાર્ય ફોટા સાથેના નક્કર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાનાં પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરને કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે. જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરનો સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *