Tuesday, September 8News That Matters

Gujarat

ગીર-સોમનાથ જિલ્લામાં સાંસદ યોગ સ્પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, ગીર સોમનાથ દ્વારા સાંસદ યોગ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધા યોજવામાં આવનાર છે. જેમા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ યોગનો વધુ પ્રચાર પ્રસાર થાય અને લોકજાગૃતિ મળી રહે તેવા ઉદ્દેશથી  આ સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ૯ થી ૧૯ વર્ષ સુધીના, ૨૦ થી ૩૫ વર્ષ સુધીના, ૩૬ થી ૬૦ વર્ષ સુધીના અને ૬૦ વર્ષથી વધુ વયના  કુલ ૪ વયજૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાશે. અને આ સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક લોકોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં.૩૧૫/૩૧૬, મુ. ઇણાજ, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ ખાતેથી સ્પર્ધાના ...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “બિપરજોય” વાવાઝોડાની સંભવિત અસરો સામે સાવચેતીરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં જુદી જુદી શાખાઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવી રહી છે. જાન-માલને નુકશાન થતું અટકાવવા માટે ઉચાઇ પર રહેલા હોર્ડિંગ ઉતરાવવા, મકાનની છત પર રહેલા પતરા ઉતરાવવા, વોર્ડ વાઈઝ ભયગ્રસ્ત બાંધકામોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, સ્થળાંતરિત થનાર લોકો માટે આશ્રય અને ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, વોર્ડ વાઈઝ ટેકનીકલ સ્ટાફની ક્વિક રિસ્પોન્સ ટીમને તૈનાત કરવા તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અંગેની જરૂરી માહિતી આપવા માટે માઈક દ્વારા એનાઉન્સમેન્ટ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી / કર્મચારીઓની કુલ ૧૨૨ ટીમોની રચના કરી ફીલ્ડ વર્ક માટે તૈનાત કરી દેવામાં આવેલ છે. તા. ૧૪ અને તા. ૧૫ જુનના ...
વરતેજ કેન્દ્રવર્તી શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કરાવતા જિલ્લા કલેકટર આર કે મહેતા

વરતેજ કેન્દ્રવર્તી શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કરાવતા જિલ્લા કલેકટર આર કે મહેતા

Gujarat
શાળા પ્રવેશોત્સવ 2023 - ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       સમગ્ર ગુજરાતમાં સારા પ્રવેશોત્સવનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં શ્રી વરતેજ કેન્દ્રવર્તી શાળા ખાતે જિલ્લા કલેક્ટર આર કે મહેતાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે આજનો વિદ્યાર્થીએ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેમજ શાળાએ નિયમિત આવે તે જરૂરી છે આ ઉપરાંત ખાસ કરીને દીકરીઓ શિક્ષણ થકી આગળ આવે અને પરિવારનું નામ રોશન કરે તેવું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓ સ્માર્ટ શાળાઓ બની રહી છે અને સરકાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રયત્નો કરી રહી છે. કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોને પુસ્તક આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાના ભૂલકાઓ ગુજરાતી ગીતો પર ગરબા કર્યા હતા. વરતેજ...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર        આગામી તા. ૨૧મી, જૂનના રોજ યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સુ. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું યોજવામાં આવી હતી.   બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય એ માટે આગામી તા. ૧૫મી, જૂનથી તા. ૨૦મી, જૂન દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વ્યાપક જનભાગીદારી થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા રાજયભરમાં નકકી કરવામાં આવેલા આઇકોનિક સ્થળો પૈકી કવાંટ તાલુકાના ભેખડીયા ગામને પણ આઇકોનિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ત્યાં પણ કાર્યક્રમનું યોગ્ય આયોજન થાય એ માટે સંસ્થા સાથે યોગ્ય સંકલન કરવા માટે સ...

હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ આંગણવાડી અને બાલવાટિકા ભુલકાઓને નાંમાકન કરાવ્યું

Gujarat
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપલા         સમગ્ર ગુજરાત રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે હાઉસીંગ કમિશનર આર. એસ. નિનામાની પ્રેરક ઉપસ્થિતમાં જિલ્લા શિક્ષણ સમિતિ પંચાયત નર્મદા સંચાલિત દ્વારા તિલકવાડા તાલુકામાં સાવલી પ્રાથમિક ગૃપ શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન મિશન સૌ ભણે, સૌ આગળ વધેના ઉમદા આશય સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ જણાવાયુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શરૂ કરેલા શાળા  પ્રવેશોત્સવને ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે બાળકોને આંગણવાડી, બાલવાટિકા અને તથા ધોરણ-૦૧ના નામાંકન કરવામાં આવ્યું છે. શિક્ષણની નવી નીતિમાં...

શાળા પ્રવેશોત્સવના પરિણામે તેજસ્વી બાળકો આગળ આવ્યા, સામાન્ય પરિવારનો બાળક મહત્ત્વની જગ્યાએ બિરાજમાન થાય તે દિવસો હવે દૂર નથી – રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનિ કુમાર

Gujarat
ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની : શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ હિન્દ ન્યુઝ, રાજપીપલા સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ના પ્રારંભે આજે રાજ્યના રમતો, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનિ કુમાર(IAS) દેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા કુમ કુમ તિલક કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનિ કુમારે જણાવ્યું હતું કે, દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેનો મુખ્ય આશય શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય તેવો હતો. આ યજ્ઞને આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ યજ્ઞમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ઉચ્ચ અધિકારીઓ અને પ...

વાવાઝોડા અનુસંધાને મેયરનાં અધ્યક્ષ સ્થાને મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ: મનપા દ્વારા ૨૪ કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ      બિપરજોયવાવાઝોડા અનુસંધાને આજે તા. ૧૨-૦૬-૨૦૨૩ના રોજ મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં આવશ્યકતા પડ્યે લોકોનું સ્થળાંતર, ફૂડ પેકેટ, તમામ વોર્ડમાં જર્જરિત કે ભયગ્રસ્ત બાંધકામમાં રહેતા લોકોનું સ્થળાંતર, કંટ્રોલ રૂમ, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત રાખવી વગેરે મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરી સંબંધિત અધિકારીઓને મેયર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ મીટિંગ અંગે મેયર ડૉ. પ્રદિપ ડવે અને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, વાવાઝોડા દરમ્યાન રાહત બચાવની કામગીરી માટે આવશ્યકતા મુજબની ટીમો તૈયાર કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. સાથોસાથ કંટ્રોલ રૂમ અને ફાયર સ્ટેશનો ૨૪ કલાક એલર્ટ મોડ પર રહેશે. ભારે પવનને કારણે ઝુપડપટ્ટીઓના પતરા ઉડવાની ભી...

સોમનાથમાં શાળા પ્રવેશોત્સવના પેહલા દિવસે 12,000 ભૂલકાઓને મળ્યા સોમનાથ મહાદેવના આશીર્વાદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ      સમગ્ર રાજ્યમાં આજરોજ શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે. ત્યારે પ્રવેશોસ્તવના પ્રણેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભૂલકાઓને સોમનાથ મહાદેવનો પ્રસાદ અને આશીર્વાદ પહોંચાડીને શાળાએ આવકારવામાં આવ્યા હતા. આ સાથેજ આજરોજ સોમનાથ મંદિર નજીક આવેલ પ્રભાસ પાટણ પે સેન્ટર શાળામાં સોમનાથ ટ્રસ્ટે ભૂલકાઓને સ્કૂલબેગ આપીને શાળાએ આવકાર્યા હતા અને તેમને સોમનાથ મહાદેવના આશીર્વાદ પહોંચાડ્યા હતા. પ્રભાસ પાટણ પે સેન્ટર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવમાં પધારેલ ગુજરાત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડના જોઇન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલ દ્વારા સોમનાથ ટ્રસ્ટના આ વિતરણ કાર્યની સરાહન...

ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક તા.૦૯.૦૬.૨૦૨૩ થી તા.૧૨.૦૬.૨૦૨૩ દરમ્યાન વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા.૦૯.૦૬.૨૦૨૩ થી તા.૧૨.૦૬.૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ગીર – સોમનાથ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જે બાબતે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે  પગલાં લેવા ખેતીવાડી અધિકારી દ્વારા કરાયો અનુરોધ. જેમા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોયતો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.અને જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તદુપરાંત પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવ...

જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સરમણ ભાઈ સોલંકી તથા તાલુકા વિકાસ અધિકારી રાજપુરાની ઉપસ્થિતિમાં વેરાવળ તાલુકાના તાતીવેલા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના લોકાર્પણ બાદ ગ્રામ્યજનોના પ્રશ્નોનું સમયસર અને સરળતાથી નિકાલ થશે અને લોકોની સુવિધાઓમાં વધારો થશે. નોંધનીય છે કે, તાતીવેલા ગામે આઝાદી સમય બાદ જૂના બિલ્ડિંગને દૂર કર્યા બાદ ૨ વર્ષની કામગીરી બાદ આશરે ૧૪ લાખના ખર્ચે નવા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે.અહીં ગ્રામ પંચાયત મહિલા સમરસ છે. આ તકે તાંતીવેલા સરપંચ ડાઇબેન લખમણભાઇ ચોપડા, ઉપસરપંચ ભાનુબેન રવજીભાઈ ગાવડિયા સહિત તમામ સભ્યશ્રીઓ તથા આગેવાનો અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી...