Tuesday, September 8News That Matters

ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

          હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક તા.૦૯.૦૬.૨૦૨૩ થી તા.૧૨.૦૬.૨૦૨૩ દરમ્યાન વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા.૦૯.૦૬.૨૦૨૩ થી તા.૧૨.૦૬.૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ગીર – સોમનાથ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જે બાબતે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે  પગલાં લેવા ખેતીવાડી અધિકારી દ્વારા કરાયો અનુરોધ.

જેમા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાકખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોયતો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.અને જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો

તદુપરાંત પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી પેદાશો શક્યતઆ દિવસો દરમિયાન વાતાવરણનું નિરિક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષિત રાખવા અને બિયારણખાતરવગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટસ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા પગલાં લેવા. જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *