શાળા પ્રવેશોત્સવ 2023 – ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની
હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર
સમગ્ર ગુજરાતમાં સારા પ્રવેશોત્સવનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં શ્રી વરતેજ કેન્દ્રવર્તી શાળા ખાતે જિલ્લા કલેક્ટર આર કે મહેતાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે આજનો વિદ્યાર્થીએ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેમજ શાળાએ નિયમિત આવે તે જરૂરી છે આ ઉપરાંત ખાસ કરીને દીકરીઓ શિક્ષણ થકી આગળ આવે અને પરિવારનું નામ રોશન કરે તેવું જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી શાળાઓ સ્માર્ટ શાળાઓ બની રહી છે અને સરકાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રયત્નો કરી રહી છે. કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોને પુસ્તક આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાના ભૂલકાઓ ગુજરાતી ગીતો પર ગરબા કર્યા હતા.
વરતેજ ખાતે શાળા પ્રવેશોત્સવમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકરી એમ.પી.બોરીચા, કે કે ભટ્ટી આચાર્ય મહેન્દ્રભાઈ કાતરીયા જુવાનભાઇ મોરી, એચ. એચ. બારૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત બ્યુરોચીફ : ડો હકીમ ઝવેરી
