Tuesday, September 8News That Matters

Gujarat

હિન્દ ન્યુઝ, મહિસાગર ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS વિવિધ હિસ્સેદારી જેમ કે જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી કરીને વિવિધ સરકારી યોજનાઓનાં વધુ અસરકારક અમલીકરણમાં ગુણવત્તાની ખાતરી મળે. ભારતીય માનક બ્યુરો દ્વારા આજે મહીસાગર જિલ્લાના અધિકારીઓ માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અજય ચંડેલ,નાયબ નિદેશક ભાત્તીય માનક બ્યુરો, અમદાવાદ કાર્યક્રમના સહભાગીઓને આવકાર્યા અને તેમના ઉદ્ઘાટન સંબોધનમાં કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો. કલેકટર ભાવિન પંડયા , એ દેશ અને તેની અર્થવ્યવસ્થા માટે BISના કાર્યની પ્રશંસા કરી. અજય ચંડેલ નાયબ નિદેશક, ફરજિયાત પ્રમાણીકરણ, માનકોની રચના, નોંધણીની વિવિધ યોજનાઓ, પ્રમાણીકરણ, પ્રયોગશાળા માન્યતા અને સોનાના હોલમાર્કિંગ વિશે અધિકારીઓને વર્કશોપ દ્રારા જાગૃત કર્યા. આ કાર્યક્રમ બાદ સહભાગીઓ સાથે વ્યાપક વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને ISI માર્ક ઉત્પાદનોના માનકીકરણ અને પ્રાપ્તિ સંબંધિત વિવિધ શંકાઓ અને પ્રશ્નોની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટર : દિનેશ ચમાર, મહિસાગર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહિસાગર ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS વિવિધ હિસ્સેદારી જેમ કે જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી કરીને વિવિધ સરકારી યોજનાઓનાં વધુ અસરકારક અમલીકરણમાં ગુણવત્તાની ખાતરી મળે. ભારતીય માનક બ્યુરો દ્વારા આજે મહીસાગર જિલ્લાના અધિકારીઓ માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અજય ચંડેલ,નાયબ નિદેશક ભાત્તીય માનક બ્યુરો, અમદાવાદ કાર્યક્રમના સહભાગીઓને...

છેલ્લા આઠ વર્ષેથી વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢી આરોપી ને ઝડપી ભોગ બનનારને શોધી પાડતી મહીસાગર એસ.ઓ.જી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહિસાગર પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર પોલીસ અધિક્ષક રાકેશ બારોટ દ્રારા ગુમ/અપહરણ થયેલા બાળકો તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવી હતી. જે મુજબ એસ.ઓ.જી પો.ઇન્સ. એમ.વી.ભગોરાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પો.સ.ઇ આર.એસ.બારોટ તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરેલ હતી. આ દરમ્યાન લુણાવાડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૭૦/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૧(૩) મુજબના ગુન્હો વણશોધાયેલ હોય જે ગુન્હાની તપાસ AHTU ને સોપેલ હતી જે બાબતે એસ.ઓ.જી પો.ઇન્સ એમ.વી.ભગોરાનાઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હતી. જે બાબતે એસ.ઓ.જી પો.ઇન્સ એમ.વી.ભગોરાને ખાનગી બાતમીદારથી હકીકત મળેલ કે લુણાવાડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૭૦/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૧(૩) મુજબના ગુન્હાના કામના આરોપી ભરતભાઇ અર્જુનભાઇ બારીયા કે જે...

મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક કલેક્ટર ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહિસાગર આ બેઠકમાં કલેકટર ભાવિન પંડયાએ કહ્યું હતું કે, જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. આમ જનહિતને લગતા પ્રશ્નો ને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરએ નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્ર ની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સ...

ગુણવત્તા અને માનકીકરણ ક્ષેત્રે મહિસાગર જિલ્લાના અધિકારીઓ માટે વર્કશોપનું આયોજન કરાયું

Gujarat
હિન્દ ન્યુઝ, મહિસાગર ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS વિવિધ હિસ્સેદારી જેમ કે જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી કરીને વિવિધ સરકારી યોજનાઓનાં વધુ અસરકારક અમલીકરણમાં ગુણવત્તાની ખાતરી મળે. ભારતીય માનક બ્યુરો દ્વારા આજે મહીસાગર જિલ્લાના અધિકારીઓ માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અજય ચંડેલ,નાયબ નિદેશક ભાત્તીય માનક બ્યુરો, અમદાવાદ કાર્યક્રમના સહભાગીઓને આવકાર્યા...
કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા આ પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય સર્વે શિવાભાઈ ગોહિલ, સુધીરભાઈ વાઘાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ તેમજ તમામ પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને “સાંસદ યોગ સ્પર્ધા” યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતમાં વ્યારા સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “સાંસદ યોગ” (ભાઇઓ/બહેનો) સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવા સહિત ઉપસ્થિત તમામ મહેંમાનોએ સ્પર્ધકો સાથે યોગા કર્યા હતા. આ પ્રંસગે સાંસદ પ્રભુભાઇ વસાવાએ સ્પર્ધકોને યોગ વિશે સમજાવતા જણાવ્યું હતું કે જીવનમાં નિરોગી રહેવું હોય તો યોગ અપનાવાવો જોઇએ. આપણા વ્યક્તિગત જિવનમં નિરામય તંદુરસ્ત જિવન જીવવા માટે યોગ ખુબજ ઉપયોગી છે. ત્યારે તમામ નાગરીકોએ પોતાના જિવનમાં યોગને અપનાવવું જોઇયે એમ કહી આગામી ૨૧મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પોતાની ભાગીદારી નોધાવવા ભાવભીંનું આહવાન કર્યું હતું. વધુમાં લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને લોકો ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટી સંખ્ય...

બિપરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી વધુ એક અંગદાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત બિપરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક અંગદાન થયું હતું. આજે શહેરના કોસાડ આવાસ ખાતે રહેતા ૨૮ વર્ષીય બ્રેઈનડેડ ગણેશ કેશવભાઈ પરમારની બે કિડની તથા બે ચક્ષુનું દાન કરાયું છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાયું છે, ત્યારે રાજ્ય સરકાર લોકોના જાનમાલની સલામતી અને જીવનરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે, એ જ રીતે હાલ વાવઝોડાની દહેશત વચ્ચે પણ સુરતમાં અંગદાનની સરવાણી અટકી નથી, એની આજે પ્રતીતિ થઈ છે. સુરતના કોસાડ આવાસ ખાતે ૨૮ વર્ષીય ગણેશ કેશવભાઈ પરમાર અને તેમના ભાઈ વચ્ચે ઝઘડો થતા ગણેશને ઈજા થઈ હતી, અને તા.૧૪મી જૂનના રોજ સવારે ૭.૩૦ વાગે નવી સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તા.૧૬મીએ રાત્રિએ ૧.૩૦ વાગે ન્યુરોફિજીશ્યન સર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરોસર્...

બિપરજોય વાવાઝોડા સંદર્ભે ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજકોટ મહાનગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૪/૦૬/૨૦૨૩નાં રોજ ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગરથી ગોંડલ ચોકડી વચ્ચે વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૫મા આવેલ ધર્મેશભાઇ કાનગડનો ૫૦ X ૩૦નો પતરાનો શેડ સંજયભાઇ ગોંસાઇના મકાનની RCC  દિવાલ પર ભારે પવનના કારણે ઉડીને બાજુના શેડ તથા મકાન પર પડતા ચીફ ફાયર ઓફીસરશ્રી અને ડે.ચીફ ફાયર ઓફીસર તથા મવડી ફાયર સ્ટેશનની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આશરે ૧૫ થી ૨૦ ફુટ ઉપરના ભાગે પાઇપીંગમા પતરા ફીટ કરેલ સળંગ લાંબો શેડ આશરે ૧ કલાકની મહેનત બાદ પતરા દૂર કરી નીચે ઉતારેલ.           તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમા જેમકે (૧) લક્ષ્મીનગર (૨) ગુણાતીતનગર (૩) ડી માર્ટની બાજુમા કુવાડવા રોડ (૪) પવનપુત્ર ચોક સોરઠીયા વાડી (૫) સુર્યમુખી હનુમાન (૬) આર.એમ.સી કવાટર માર્કેટીંગ (૭) ડોમિનોઝ પિઝ...

વાવાઝોડાની સંભવિત અસર સામે પૂર્વ તૈયારીની ચકાસણી માટે કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ ગીર સોમનાથ વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            વાવાઝોડાની સંભવિત અસર સામેની પૂર્વ તૈયારીની ચકાસણી માટે જિલ્લા સેવા સદન ખાતે કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ ગીર સોમનાથ વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી આગોતરા આયોજન તેમજ ભયજનક સ્થિતીની પળોમાં વ્યવસ્થા અને લોકસમસ્યાઓના નિરાકરણ વિશે શીર્ષ અધિકારીઓને વિવિધ મુદ્દાઓ પર સૂચન આપી માર્ગદર્શિત કર્યા હતાં. સૌ પ્રથમ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ મંત્રીશ્રીને જિલ્લાની પ્રાથમિક માહિતી આપી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રના વિવિધ વિભાગોની તૈયારીઓ વિશે અવગત કર્યા હતાં. જે પછી મંત્રીશ્રીએ વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા તેમજ ગીરગઢડાના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાઈ વિસ્તારો પર બાજનજર રાખવા તેમજ આવા વિસ્તારોના સ્થાનિક માછીમારોના સ્થળાંતર તેમજ રહેવા અને ભોજનની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી. આ ઉપરાંત મંત્રીએ પીવાના પા...

બિપરજોય વાવાઝોડા સંદર્ભે તાલુકાવાર નિમાયેલા લાયઝન અધિકારીઓની રીવ્યુ બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના વિસ્તારો હાલ એલર્ટ પર છે. ત્યારે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકા વાઇસ નિમણુક આપેલ લાયઝન અધિકારીઓની વાવાઝોડા અનુસંધાને રીવ્યુ બેઠક યોજાઇ જેમાં તાલુકાની સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવ્યો હતો. બેઠકમાં તાલુકામાંથી સર્વે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીઓ જોડાયા હતા....