Sunday, February 15News That Matters

મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક કલેક્ટર ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં યોજાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, મહિસાગર

આ બેઠકમાં કલેકટર ભાવિન પંડયાએ કહ્યું હતું કે, જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. આમ જનહિતને લગતા પ્રશ્નો ને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરએ નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્ર ની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા.

જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં બાલાશિનોર ધારાસભ્ય માનસિહ ચૌહાણ તરફથી રજૂ થયેલાં પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારી ઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત પટેલ,પોલીસ અધિક્ષક આર પી બારોટ, અધિક નિવાસી કલેકટર સી વી લટા,ડીઆરડીએ ડાયરેક્ટર, પ્રાયોજના વહીવટદાર, ખેતીવાડી અધિકારી, પ્રાંત અધિકારીઓ, તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *