Tuesday, September 8News That Matters

બિપરજોય વાવાઝોડા સંદર્ભે તાલુકાવાર નિમાયેલા લાયઝન અધિકારીઓની રીવ્યુ બેઠક યોજાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના વિસ્તારો હાલ એલર્ટ પર છે. ત્યારે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેકટર દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકા વાઇસ નિમણુક આપેલ લાયઝન અધિકારીઓની વાવાઝોડા અનુસંધાને રીવ્યુ બેઠક યોજાઇ જેમાં તાલુકાની સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવ્યો હતો.

બેઠકમાં તાલુકામાંથી સર્વે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *