Tuesday, September 8News That Matters

Gujarat

ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના વડપણ હેઠળ જિલ્લા પ્રશાસનની સંવેદના ઉજાગર થઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ આદિજાતિ વસતીનું પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લામાં સેવાકાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓની જિલ્લાના દરેક અધિકારીઓ જાત મુલાકાત લઈ, તેમની સેવા પ્રવૃતિમાં યથાયોગ્ય સહયોગ આપે તેવી હૃદયસ્પર્શી અપીલ કરતાં ડાંગ કલેક્ટર મહેશ પટેલે સરકારી ફરજની સાથે સાથે આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવાની મળેલી તક ઝડપી લેવાની હિમાયત કરી હતી. ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા અધિકારીઓ સાથે મુક્ત મને ચર્ચા કરતાં કલેક્ટરએ સરકારી અમલદારો પણ માનવિય અભિગમ સાથે કાર્ય કરી, સેવા સંસ્થાઓને સહયોગ પૂરો પાડી શકે છે તેમ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના શિવારીમાળ ગામે કાર્યરત દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટેની સંસ્થા સહિત માનસિક ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની સેવા સુશ્રુષા કરતી સંસ્થાઓનો પરિચય આપતા કલેક્ટરએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ અગાઉ કલેક્ટર મહેશ પટેલે જિલ્લાના ક્ષય કેન્દ્ર ખાતે સારવાર લેત...

નર્મદા જિલ્લામાં આગીમી તા.૨૧મી જૂને થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામડાઓમાં યોગ જાગૃતિ રેલી યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧મી જૂન ૨૦૨૩ના રોજ તાલુકા, જિલ્લા, નગર પાલિકા સહિત વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને યોગબોર્ડ, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજો દ્વારા જિલ્લાના નાગરિકો-વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપવા સાથે ગામડાઓમાં રેલી, આરોગ્ય વિભાગ દ્વારા સી.એચ.સી/પી.એચ.સી સેન્ટરો પર ઓ.પી.ડીના સમયે યોગનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાના બાળકો થકી ગામે ગામ રેલી યોજી યોગનો પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો ઉમળકાભેર ભાગ લઈને સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ભાગીદારી નોંધાવે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો ઠેર ઠેર થઈ રહ્યા છે. આજે શનિવારના રોજ સાગબારા તાલુકાની આદર્શ પ્રાથ...

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧મી જૂન ૨૦૨૩ના રોજ વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લામાં હાલ સ્વૈચ્છિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની' વિભાવના સાકાર કરવાના શુભ આશય સાથે કોલેજના આચાર્યા શ્રીમતી ડો. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં એન.એસ.એસ અંતર્ગત સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેના કો-ઓર્ડીનેટર સંજય પરમાર અને યોગ વિશેષજ્ઞ ગણેશ વસાવાએ વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર કરાવ્યા હતા. તેમજ તેઓએ સૂર્ય નમસ્કાર કરવાના આપણા જીવનમાં થતા ફાયદા અને તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. યોગને જીવનનો એક ભાગ બનાવાથી તે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની પણ વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હ...

ઈ.કલેક્ટર બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત જિલ્લાના ઈ.કલેક્ટર બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળેલી બેઠકમાં પદાધિકારીઓએ પોતાના વિસ્તારના જનહિતલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. જે સંદર્ભે કલેકટરએ રજુ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે સંબધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં ટેક્ષટાઈલ એકમોમાં કામ કરતા કારીગરો પાસેથી નાણાંની લૂંટ અને અન્ય ગુનાઓ બાબતે મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ પાસે નવી પોલીસ ચોકી ઉભી કરવાની રજૂઆત સંદર્ભે કલેકટરએ પોલીસ વિભાગને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જ્યારે ભેસ્તાન વિસ્તારમાં નવી નિર્માણ પામનાર પોલીસ ચોકીનું બાંધકામ પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા પ્રગતિમાં હોવાની ચર્ચા થઈ હતી. આ ઉપરાંત તેમણે ઉધના વિસ્તારમાં સ્લમ તથા શ્રમિક વિસ્તાર વધુ હોઈ જેથી ઉધના પુરવઠા ઝોનની કચેરીનું વિભ...

ગીર સોમનાથ જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની તકેદારી માટે સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       ગીર સોમનાથમાં વાવાઝોડાના પગલે વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અરૂણ રોયની સૂચના અનુસાર કુલ ૨૩૭ આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો સહિત વિવિધ જગ્યા પર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની તકેદારી માટે સર્વેલન્સ કામગીરી ચાલુ કરવામાં આવી છે. આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વે સાથે ક્લોરિનેશન, ક્લોરિન ટેબલેટ, ORS વિતરણ કામગીરી. એન્ટીલાર્વા કામગીરી પૂરઝડપે હાથ ધરવામાં આવી છે. તેમજ તાજો ખોરાક લેવા અને ઉકાળેલું પાણી પીવાની સૂચના સાથે સાવચેતીના પગલા લેવા આરોગ્ય ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હાલના વાતાવરણમાં મચ્છરની શક્યતા વધે છે. ડેન્‍ગ્‍યૂ અને મેલેરિયા જેવા રોગો મચ્‍છરથી થાય છે. મેલેરીયા/ડેન્ગ્યુ/ચ...

ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે સાપ્તાહિક યોગ દિન ઉજવણીનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર “૨૧ જુન વિશ્વ યોગ દિવસ” “वसुधैव कुटुम्बकम”ની થીમ આધારિત વૈશ્વિક ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંકલનથી ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે તા: ૧૬/૦૬/૨૦૨૩ થી સાપ્તાહિક યોગ દિન ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સમરસ છાત્રાલયના અલગ અલગ જગ્યાઓ જેવી કે મિટિંગ હોલ, એમ્પીથીયેટર, રમત ગમત મેદાન વગેરેનો ઉપયોગ કરી “યોગ” ની અલગ અલગ થીમ આધારિત યોગાસન વિદ્યાર્થીઓને કરાવામાં આવશે. જેમાં તા. ૧૭ ના રોજ “પ્રોટોકોલ” થીમ પર યોગાસન મિટિંગ હોલ ખાતે કરવામાં આવેલ જેમાં ગુજરાત યોગ બોર્ડના ટ્રેનરશ્રી રિધ્ધીબેન ભટ્ટ દ્વારા “યોગ” વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી અને દૈનિક જીવનમાં શારીરિક અને માનસિક રીતે “યોગ” દ્વારા સ્વસ્થ કઈ રીતે રહી શકાય તે અંગે વિદ્યાર્થીઓને સમજ આપી તેમજ ટ્રેનરશ્રી ઋતવાબેન ભટ્ટ અને મુદ્દાબેન જાન...

ઘોઘા આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા ૯૦૦ જેટલી કિશોરીઓને સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આઈ.સી.ડી.એસ. કચેરી ઘોઘા દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત “પોયણી યોજના” માં શાળાએ ન જતી ૯૦૦ જેટલી કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કાર્યક્રમ અને મીટીંગ યોજવામાં આવી હતી જેમાં કિશોરીઓને મીટીંગ કરી તેમને આરોગ્ય, ખોરાક અને સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન ઘોઘા બાળવિકાસ યોજના અધિકારી નીતાબેન વ્યાસ દ્વારા આપવામાં આવેલ તથા સુપરવાઈઝર મીનાબેન દ્વારા પોયણી યોજના વિષે સમજ આપવામાં આવેલ હતી. આ સેનેટરી પેડ દાતા સંજયભાઈ ચૌહાણ ભાવનગર દ્વારા આપવામાં આવેલ હતા. ઘોઘા સી.ડી.પી.ઓ. તથા સુપરવાઈઝર તેમજ આઈ.સી.ડી.એસ. તમામ સ્ટાફ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ઘોઘાના આંગણવાડી વર્કર બહેનો તેમજ હેલ્પર બહેનોના અથાગ પ્રયાસથી થકી આ કાર્યક્રમ સફળ બનાવેલ અને ઘોઘા સીટીમાંથી ૧૬૨ જેટલી કિશોરીઓ હાજર રહેલ અને તમામ કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ હતા.  ...

પાલીતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પાલીતાણા તાલુકાનાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકોને જુના લોઇચડા, લાખાવાડ, સોનપરી, હાથસણી, જીવાપુર, ચોંડા, લીલીવાવ, બહાદુરગઢ, બોદાનાનેસ, ભુતીયા, ઘેલાપરા, વિઠલવાડી, ભુતડીયા તેમજ મોટી પાણીયારી(વાડી) નાં મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સંચાલકની ઉચ્ચક માનદવેતનની ખંડ સમય માટે તદન હંગામી ઘોરણે ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારની ઉંમર ૨૦ (વીસ) થી ૬૦ (સાઇઠ) તેમજ એસ.એસ.સી. પાસની લાયકાત હોવી જોઇએ તેમજ ઉમેદવાર જે-તે ગામનાં હોવા જોઇએ. નિયત અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી આઘારો સાથે તા.૦૫/૦૭/૨૦૨૩ સુઘીમાં મામલતદાર કચેરી, પાલીતાણા ખાતે મધ્યાહન ભોજન શાખામાં પહોંચતી કરવા તેમજ મુદત વિત્યા બાદની અરજી ધ્યાને લેવામાં આવશે નહી. અરજી ફોર્મ કચેરીમાંથી ચાલુ દિવસો દરમ્યાન વિનામુલ્યે મળશે તેમ મામલતદાર, પાલીતાણા દ્વારા જણાવાયું છે....

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે રોડ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરનાં સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવનાં મંદિર ખાતેથી નિકળનાર છે. આ રથયાત્રાના પ્રારંભ સમયે સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામે રોડ પર રથને ઉભો રાખી પૂજા, અર્ચન કરી રથયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવે છે. આ સમય દરમ્યાન રોડ પર મોટી સંખ્યામાં ભાવીકો એકત્રીત થતા હોય, રથયાત્રા રૂટ પર ટ્રાફીક નિયમન જળવાઈ રહે તેથી તા.૨૦/૦૬/૨૦૨૩ નાં સવારે ૫-૦૦ કલાક થી ૯-૦૦ કલાક સુધી પટેલ પાર્કથી સુભાષનગર ચોક સુધીનાં રસ્તામાં વાહન નહી પ્રવેશવા દેવા અને આ રસ્તા પર પસાર થતા વાહનોનું ટ્રાફિકનું ડાયવર્ઝન કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરના દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર રથયાત્રા ભાવનગર શહેરનાં લોકોની વધુ અવર - જવરવાળા ગીચ વિસ્તારોમાંથી પસાર થનાર હોવાથી રથયાત્રાના રૂટ ઉપર ટ્રાફીકનું નિયમન કરવું ...

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીઓને અનુલક્ષી મિટિંગ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’થીમ પર ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. જે અંતર્ગત ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં યોગ દિવસની સુનિયોજિત રીતે ઉજવણી થાય તે અંગે મિટિંગ યોજવામાં આવી હતી. યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. ૨૧મી જૂનના રોજ સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે થનાર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વતૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા અને સમગ્ર જિલ્લામાં વધુમાં વધુ લોકો પોતાની ભાગીદારી નોંધાવે તેમજ સુનિયોજીત રીતે તમામ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. સરકાર દ્વારા વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય તેવું નક્કી કરવામાં આવેલ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ નગર...