Sunday, February 15News That Matters

ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે સાપ્તાહિક યોગ દિન ઉજવણીનો પ્રારંભ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

“૨૧ જુન વિશ્વ યોગ દિવસ” “वसुधैव कुटुम्बकम”ની થીમ આધારિત વૈશ્વિક ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંકલનથી ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે તા: ૧૬/૦૬/૨૦૨૩ થી સાપ્તાહિક યોગ દિન ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં સમરસ છાત્રાલયના અલગ અલગ જગ્યાઓ જેવી કે મિટિંગ હોલ, એમ્પીથીયેટર, રમત ગમત મેદાન વગેરેનો ઉપયોગ કરી “યોગ” ની અલગ અલગ થીમ આધારિત યોગાસન વિદ્યાર્થીઓને કરાવામાં આવશે.

જેમાં તા. ૧૭ ના રોજ “પ્રોટોકોલ” થીમ પર યોગાસન મિટિંગ હોલ ખાતે કરવામાં આવેલ જેમાં ગુજરાત યોગ બોર્ડના ટ્રેનરશ્રી રિધ્ધીબેન ભટ્ટ દ્વારા “યોગ” વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી અને દૈનિક જીવનમાં શારીરિક અને માનસિક રીતે “યોગ” દ્વારા સ્વસ્થ કઈ રીતે રહી શકાય તે અંગે વિદ્યાર્થીઓને સમજ આપી તેમજ ટ્રેનરશ્રી ઋતવાબેન ભટ્ટ અને મુદ્દાબેન જાની દ્વારા વિદ્યાર્થીઓને “પ્રોટોકોલ” થીમ મુજબ યોગાસન કરાવવામાં આવેલ હતા. આ “યોગ દિવસની” ઉજવણીમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *