Sunday, February 15News That Matters

પાલીતાણા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

પાલીતાણા તાલુકાનાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકોને જુના લોઇચડા, લાખાવાડ, સોનપરી, હાથસણી, જીવાપુર, ચોંડા, લીલીવાવ, બહાદુરગઢ, બોદાનાનેસ, ભુતીયા, ઘેલાપરા, વિઠલવાડી, ભુતડીયા તેમજ મોટી પાણીયારી(વાડી) નાં મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સંચાલકની ઉચ્ચક માનદવેતનની ખંડ સમય માટે તદન હંગામી ઘોરણે ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારની ઉંમર ૨૦ (વીસ) થી ૬૦ (સાઇઠ) તેમજ એસ.એસ.સી. પાસની લાયકાત હોવી જોઇએ તેમજ ઉમેદવાર જે-તે ગામનાં હોવા જોઇએ. નિયત અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી આઘારો સાથે તા.૦૫/૦૭/૨૦૨૩ સુઘીમાં મામલતદાર કચેરી, પાલીતાણા ખાતે મધ્યાહન ભોજન શાખામાં પહોંચતી કરવા તેમજ મુદત વિત્યા બાદની અરજી ધ્યાને લેવામાં આવશે નહી. અરજી ફોર્મ કચેરીમાંથી ચાલુ દિવસો દરમ્યાન વિનામુલ્યે મળશે તેમ મામલતદાર, પાલીતાણા દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *