Tuesday, September 8News That Matters

Gujarat

કાળુભાર ડેમનો ચોથો દરવાજો ખોલવામાં આવતા વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  કાળુભાર નદી ઉપર આવેલ કાળુભાર સિંચાઇ યોજનામાં રૂલ લેવલ જાળવવા માટે ૩ (ત્રણ) દરવાજા ૦.૪૫ મી ખોલવામાં આવેલ હતા તે વધારીને ૪ (ચાર) દરવાજા ૦.૪૫ મીટર ૧૪:૦૦ કલાકે ખોલવામાં આવ્યા હતો.   જેથી, પાણીનો પ્રવાહ વધવાનો હોઈ અગાઉ આપેલ સુચના મુજબ ગ્રામજનોને નદીના પટમાં કે કઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાના નીચાણવાળા ગામોને લોકોને સુચના આપવામાં આવી છે તેમજ જરૂર જણાયે અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરવા અને કોઇપણ જાનહાનિ ન થાય તે માટે સલામતી તથા સાવચેતીનાં પગલા લેવા જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે....

ભાવનગર વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ દ્વારા જિલ્લા સેવાસદન ખાતે સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો

Gujarat
"મે અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝીલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કાંરવા બનતા ગયા” હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર “મે અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝીલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કાંરવા બનતા ગયા” આ પંક્તિઓ દેશના એ શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ પર બરાબર યોગ્ય સાબિત થાય છે. જેઓ ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના સાથે એકલા ચાલીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને લોકો જોડાતા ગયા તેઓએ આઝાદીનું પુષ્પ ખીલવ્યું હતું. ભાવનગર જિલ્લાના આવા જ સ્વાતંત્ર્ય વીરોનું સન્માન કરવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા સેવાસદન ખાતે સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો હતો. દિવ મુક્તિ સંગ્રામ આંદોલનમાં ભાગ લેનાર અનસંગ હીરો શ્રી બળવંતલાલ મણીલાલ પુરોહિત નું શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું તથા અલગ અલગ સ્વતં...

ભાવનગરના પાલીતાણા ખાતે મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોની ભરતી કરવા માટેનું જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર          પાલીતાણા તાલુકામાં નીચે જણાવેલ પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોની જગ્યા ખાલી પડેલ છે. (૧) ૧૧- જુના લોંઇચડા (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૨) ૨૧- લાખાવાડ (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૩) ૨૬-સોનપરી (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૪) ૩૬-હાથસણી (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૫) ૪૫-જીવાપુર (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૬) ૫૧-ચાંડા (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૭) ૫૨-લીલીવાવ (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૮) ૬૯- બહાદુરગઢ (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૯) ૮૨- બોદાનાનેસ (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૧૦) ૧૦૧-ભુતીયા (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૧૧) ૧૦૩-ઘેલાપરા (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૧૨)૧૦૪- વિઠલવાડી (જાહેરાતનો બીજો પ્રયત્ન) (૧૩)૧૦૫-ભુતડીયા (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૧૪) ૧૧૩- મોટી પાણીયાળી (વાડી) (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન)             ઉક્ત ખાલી કેન્દ્રો ...

ઘોઘા તાલુકામાં ખાલી પડેલ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની ભરતી કરાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર ઘોઘા તાલુકામાં અવાણીયા કુમાર શાળા, છાંયા પ્રાથમિક શાળા, વાલેસપુર પ્રાથમિક શાળા, કણકોટ પ્રાથમિક શાળા તથા પાણીયાળા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ધોરણ-૧૦ પાસ, સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા લઘુત્તમ ૨૦ વર્ષ અને મહત્તમ ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. વિઘવા, ત્યકતા તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાતવર્ગનાં ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકનાં અરજીફોર્મ કચેરી સમય દરમ્યાન (જાહેર રજાનાં દિવસો સિવાય) મામલતદાર કચેરી, ઘોઘા ખાતેથી મળી શકશે, ઉમેદવારોએ તેમનાં અરજીફોર્મ તા.૧૪/૦૭/૨૦૨૩, બપોરનાં ૧૪-૦૦ કલાક સુઘીમાં જરૂરી આઘારો સાથે મામલતદાર કચેરી, ઘોઘાને મોકલી આપવાનાં રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ મામલતદાર, ઘોઘાની...

ભાવનગર જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ જુલાઇના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર જુલાઇ-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૦૭/૨૦૨૩ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ કલેકટર, ભાવનગરની યાદીમાં જણાવેલ છે...

તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૬ જુલાઇના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જુલાઇ-૨૦૨૩ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૭/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવેલ છે. જેમાં જિલ્લા કલેકટર- ગારીયાધાર, જિલ્લા વિકાસ અધિકારી – જેસર તથા પોલીસ અધિક્ષક – વલ્લભીપુરનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંઘીત તલાટી કમ મંત્રીને રજુ કરવા કલેકટર, ભાવનગરની યાદીમાં જણાવેલ છે....

પાલિતાણાની સરકારી શાળામાં બચત બેન્ક (માટીના ગલ્લા) આપી બાળકોને બચત અને નાણાકીય સમજ આપવાનો પ્રયાસ

Gujarat
Financial Inclusivity - દરેક વ્યક્તિ સુધી નાણાકીય સુવિધા હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર સરકારી શાળામાં અભ્યાસની પ્રવૃતિ કરાવવામાં આવે છે પરંતુ બાળકો અભ્યાસની સાથે બચતનું પણ મહત્વ સમજે એ હેતુથી પાલિતાણાની સરકારી શાળામાં બાળકોને નાની બચત બેંક આપીને બચત કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેના દ્વારા બાળકોનાં જીવનમાં જીવન કૌશલ્ય સાથે વિવિધ વિષયોની માહિતી દ્વારા સર્વાંગીણ વિકાસ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે પાલીતાણાની સરકારી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાળકો માટે નાની બચત બેંક ધોરણ ચારનાં વર્ગ શિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા આપવામાં આવી આ બચત ભવિષ્યમાં બાળકો પોતાનાં માતા-પિતાને આર્થિક રીતે ઉપયોગી થશે આમ જીવનમાં કરકસર સાથે બચતનું મહત્વ સમજાવવા માટે આ શિક્ષકનો પ્રયાસ અનોખો પ્રયાસ રહ્યો છે. અભ્યાસક્રમ અનુરૂપ સહ અભ્યાસિક...

તા. ૨૬/૦૫/૨૦૨૩ થી તા. ૦૨/૦૭/૨૦૨૩ દરમ્યાન એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૧૯ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ              રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૬/૦૫/૨૦૨૩ થી તા. ૦૨/૦૭/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના મહેશનગર સોસાયટી, શ્રી રામ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ, કિંજલપાર્ક સોસાયટી, જય જવાન જય કિશાન, RTO મેઇન રોડ, નરસિંહનગર, શિવનગર, છપ્પનવારીયા, ન્યુશક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી  ૩૬ (છત્રીસ) પશુઓ, શિવમપાર્ક, માલધારી સોસાયટી, સેટેલાઇટ ચોક, લાલપરી, ભગવતીપરા, ગોકુલપાર્ક, પ્રધ્યુમનપાર્ક, હુડકો ક્વાર્ટર મેઇન રોડ, રાજારામ મેઇન રોડ, થોરાળા પોલીસ સ્ટેશન., બેડી ચોકડી, પેડક રોડ, પટેલવાડી પાસે, ભોજલરામ સોસાયટી, ત્રીવેણી ગેટ તથા આજુબાજુમાંથી  ૩૪ (ચોત્રીસ) પશુઓ, મોરબી હાઉસ, ભિસ્તીવાડ, પોલીસ હેડક્વાર્ટર, પ્રેસ કોલોની, જામનગર રોડ, નાગેશ્વર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, ભોમેશ્વર મેઇન રોડ તથા આજુબાજુમાંથી ૧૮ (અઢાર) પશુઓ, સા...

ધંધો-રોજગાર શરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે ૨ લાખ સુધીની લોન

Gujarat
એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં ૭% ઉપરના વ્યાજની સબસીડી હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગા...

જિલ્લા સેવાસદન ખાતેસ્વા તંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો

Gujarat
"રાતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, જીવન અંજલિ થાજો" હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       રાતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, જીવન અંજલિ થાજો” કવિ શ્રી કરસનદાસ માણેકની આ પંક્તિઓ દેશના એ શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ પર બરાબર યોગ્ય સાબિત થાય છે. જેમણે અલગ-અલગ સંગ્રામમાં ભાગ લઈ કાંટાળી કેડી પર ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના દ્વારા આઝાદીનું પુષ્પ ખીલવ્યું. ગીર સોમનાથ જિલ્લાના આવા જ સ્વાતંત્ર્ય વીરોનું સન્માન કરવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં દિવ મુક્તિ સંગ્રામ આંદોલનમાં ભાગ લેનાર અનસંગ હીરો પ્રતાપરાય છોટાલાલ પાઠક, મનુરાય જયશંકર જોશી, નવિનચંદ્ર રામશંકર જોશી, ગીરધરલાલ....