Tuesday, September 8News That Matters

કાળુભાર ડેમનો ચોથો દરવાજો ખોલવામાં આવતા વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

 કાળુભાર નદી ઉપર આવેલ કાળુભાર સિંચાઇ યોજનામાં રૂલ લેવલ જાળવવા માટે ૩ (ત્રણ) દરવાજા ૦.૪૫ મી ખોલવામાં આવેલ હતા તે વધારીને ૪ (ચાર) દરવાજા ૦.૪૫ મીટર ૧૪:૦૦ કલાકે ખોલવામાં આવ્યા હતો.  

જેથી, પાણીનો પ્રવાહ વધવાનો હોઈ અગાઉ આપેલ સુચના મુજબ ગ્રામજનોને નદીના પટમાં કે કઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાના નીચાણવાળા ગામોને લોકોને સુચના આપવામાં આવી છે તેમજ જરૂર જણાયે અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરવા અને કોઇપણ જાનહાનિ ન થાય તે માટે સલામતી તથા સાવચેતીનાં પગલા લેવા જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *