Tuesday, September 8News That Matters

Gujarat

રાજકોટ ખાતે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં કરાયું

રાજકોટ ખાતે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં કરાયું

Gujarat
હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૨/૦૯/૨૦૨૩ ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં રેલનગરવિસ્તારમાં કર્ણાવતી સ્કુલપાસેટી.પી. સ્કીમ નં.૨૪(રાજકોટ), એફ.પી.નં. ૪/એ(રહેણાંકવેચાણહેતુ)તથા એફ.પી.નં.૧૪/એ (ગાર્ડન હેતુ)ના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે ૮૬કરોડની કિંમતની ૧૫,૯૬૦ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, જગ્યા રોકાણ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ....
ભાવનગરના ગ્રામ્ય પંથકમાં પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

ભાવનગરના ગ્રામ્ય પંથકમાં પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      ભાવનગર ગ્રામ્ય જિલ્લાના વલ્લભીપુર ઘટક ખાતે સેજા કાળા તળાવ આંગણવાડી ચમારડી ૩ ખાતે પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત “સ્વસ્થ બાળક સ્પર્ધા” થીમ હેઠળ તમામ બાલક બાલિકાની આરોગ્ય તપાસ કરાવવી તેમજ તમામ બાળકોનું વજન અને ઊંચાઈ કરી એક થી ત્રણ નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ તેમજ પોષણની શપથ ગ્રહણ કરાવવામાં આવી હતી. દર મહિનાના પ્રથમ મંગળવારે “સુપોષણ સંવાદ”ની ઉજવણી હેઠળ ભાવનગર ખાતે માલણકા આંગણવાડી કેન્દ્રમાં સગર્ભાબહેનની શ્રીમંત વિધિ તથા લાભાર્થીઓને પોષણ અંગે ખાસ ધ્યાનમાં રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ આંગણવાડીનાં ભુલકાઓ સાથે જન્માષ્ટમી નિમિતે કૃષ્ણજન્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં પ્રોગામ ઓફિસર, ભાવનગરની અધ્યક્ષતામાં દરેક લાભાર્થીઓ અને વાલીઓ સાથે પોષણ માસ અંતર્ગત શપથ લેવામાં આવેલ હતી.   આ ઉપરાંત શિહોર ઘટક ખાતે સેજા ઉસરના આંગણવાડી મોટા સુ...

ભાવનગર શહેર (મહાનગરપાલિકાકક્ષા) અને ગ્રામ્ય (જિલ્લાકક્ષા) “યુવા ઉત્સવ” સ્પર્ધા તા. ૨૫ સપ્ટેમ્બરના યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષે યોજાતો જિલ્લાકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૩૩ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર દ્વારા યોજાવાની છે. આ સ્પર્ધાની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. ભાવનગર ગ્રામ્ય/શહેર કક્ષાની સ્પર્ધામાં ઝોન/તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા કુલ ૧૫ સ્પર્ધાના સ્પર્ધકો અને સીધી મહાનગરપાલિકા/ જિલ્લાકક્ષાની ૧૮ સ્પર્ધામાં અગાઉ જેઓએ કચેરી ખાતે અરજી કરેલ તેવા સ્પર્ધકો જિલ્લાકક્ષાએ (ગ્રામ્યકક્ષાએ) તા ૨૫/૦૯/૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે, ભાવનગર મહાનગરપાલિકાકક્ષાએ (શહેર) તા. ૨૫/૦૯/૨૦૨૩ ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે ઉપસ્થિત રહી મહાનગરપાલિકા/જિ...

ભાવનગર શહેર અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૩-૨૪ યોજાશે

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર       રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર શહેર/ગ્રામ્ય સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.  ભાગ લેવા માંગતી સંસ્થાઓએ પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ :- dydobvn.blogspot.com પરથી ડાઉનલોડ કરીને સુવાચ્ય અક્ષરે પ્રવેશપત્ર ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૨૯/૦૯/૨૦૨૩ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન એનેક્ષી બિલ્ડીંગ, જી-૧/૨, ભાવનગર ખાતે પહોચતું કરવાનું રહેશે. આ તારીખ બાદ ક...
ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ‘વિજ્ઞાન મેળા’નું આયોજન

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ‘વિજ્ઞાન મેળા’નું આયોજન

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર  રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર વિજ્ઞાન વિષયોને પાંચ અલગ અલગ ગેલેરીઓના માધ્યમ થી પ્રસ્તુત કરી તથા ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આઉટરીચ કાર્યક્રમોના આયોજન દ્વારા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, શિક્ષિત કરવા અને મનોરંજન કરવાના હેતુ સાથે ખૂબ જ આગળ વધી રહ્યું છે.   આવા જ એક અનોખા હેતુ સાથે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે 21-22 સપ્ટેમ્બરના ના રોજ 'બાળવૈજ્ઞાનિક પ્રદર્શન' એટલે 'વિજ્ઞાન મેળા' નુ આયોજન થવા જઈ રહ્યું છે જેમાં મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી અને આ વિજ્ઞાન પ્રદર્શન જોવાનો લહાવો લઇ શકશે. વિજ્ઞાન મેળો વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ના રસને પ્રોત્સાહન આપે છે અને વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક અને તકનીકી સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરે છે. વિજ્ઞાન મેળો જોનાર માટે વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે, પૂછપરછ કરવાનું...

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્થિવ ગણેશ પૂજનનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ        શ્રી ગણેશના સૌથી મોટા આરાધના પર્વ એટલેકે ભાદ્ર માસના ગણેશ નૌરાત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ભક્તો શ્રી ગણેશના આશીર્વાદ મેળવવા વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્તને વિધિવત ગણેશ પૂજનનો લાભ મળે તેવા શુભ હેતુથી પાર્થિવ ગણેશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાર્થિવ ગણેશ પૂજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી ગણેશના સૌથી પ્રાકૃતિક સ્વરૂપ "પાર્થિવ" એટલે કે માટીથી બનેલા ગણેશજીનું શાસ્ત્રોકત વિધિવિધાન સાથે પૂજન કરાવવામાં આવશે. તા.19 થી 28 સપ્ટેબર સુધી શ્રી સોમનાથ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે સવારે 9 વાગ્યે અને 10 વાગ્યા ના સમય અવકાશમાં પાર્થિવ ગણેશ પૂજનનું ...
ગીર સોમનાથના બાદલપરા ગામે અમૃતકળશ યાત્રાનું ભવ્ય રીતે આયોજન કરાયું

ગીર સોમનાથના બાદલપરા ગામે અમૃતકળશ યાત્રાનું ભવ્ય રીતે આયોજન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     સમગ્ર ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૬થી તા.૨૯ દરમિયાન અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક ગામમાં ઢોલ-નગારા અને વાજિંત્રો સાથે બળદગાડા, ટ્રેક્ટર, જીપ્સી જેવા વાહનોમાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રગીતની ધૂન સાથે અમૃત કળશ યાત્રા યોજાઈ રહી છે. ગીર સોમનાથના બાદલપરામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ અમૃત કળશ યાત્રામાં જોડાયા હતાં. માતૃભૂમિની માટી આપણને એકતાંતણે અને એકસૂત્રતાથી બાંધી રાખે છે. આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે જેણે ઘણાં વીરોને જન્મ આપ્યો છે. રાષ્ટ્રહિત માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા આ વીરો પ્રત્યે લાગણી દર્શાવવા અને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા બાદલપરા ગામેથી ભવ્ય રીતે અમૃત કળશયાત્ર...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા યોજાઈ યોગ શિબિર

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા યોજાઈ યોગ શિબિર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ       ગુજરાતના જન-જન સુધી યોગ પહોંચાડવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં દ્વિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા બીજા દિવસે પણ વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.         વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિર્મિત, ભારત વિકાસ પરિષદ સંચાલિત સ્વ.શ્રી દયાશંકર ઓઝા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ૭૩ સ્થાનો પર ૭૩,૦૦૦ યોગ સાધકો દ્વારા ૭,૩૦,૦૦૦ સુર્ય નમસ્કારની વડાપ્રધાનશ્રીને યોગમય ભેટ આપવામાં આવી હતી....
છોટાઉદેપુર જીલ્લા સેવા સદનમાં પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ કેન્દ્ર કાયમી ધોરણે શરુ કરવામાં આવ્યું

છોટાઉદેપુર જીલ્લા સેવા સદનમાં પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ કેન્દ્ર કાયમી ધોરણે શરુ કરવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર        ગુજરાત અને ભારતભરમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન જયારે વેગવંતુ બનેલું છે ત્યારે છોટાઉદેપુર જીલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ માર્કેટ મળી રહે અને અહીના સ્થાનિક લોકોને શુદ્ધ અને કેમિકલ રહિત ખાધ્યાનો, કઠોળ, દેશી શાકભાજી અને ફળફળાદી વગેરે વસ્તુઓ મળી રહે તે માટે આત્મા પ્રોજેક્ટ અને જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી તેમજ જીલ્લા સેવા સદનના સૌજન્યથી ખેડૂતો માટે જીલ્લા સેવા સદનના પ્રાંગણમાં આજરોજ વેચાણ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યુ છે. જે કોઈ પ્રાકૃતિક ખેતી કરે છે તે તમામ ખેડૂતો આ સ્ટોલમાં પોતાના ઉત્પાદનો વેચી શકશે, ખેડૂત પાસેથી સીધું જ લોકોને સસ્તાભાવે અને શુદ્ધ ઉત્પાદનો ઘર આંગણે મળી રહેશે. છોટાઉદેપુરના જીલ્લા સેવા સદનની પાછળ કેન્ટીન આવેલું છે ત્યાં રોજ સવારે ૧૦ થી ૬ વાગ્યા સુધી આ સ્ટોલ ખુલ્લો રહેશે. કલેકટર સ્તુતિ ચારણ દ્વારા આજરોજ ખેડૂતો સાથે વાતચીત કર...

તા. ૧૩-૦૯-૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “આયુષ્માન ભવઃ” કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર અને મ્યુનિસીપલ કમિશ્નર આનંદ પટેલ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, માન. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ભારતમાં આરોગ્યની વિવિધ યોજનાઓનો વ્યાપ વધારવા માટે તા.૧૩-૦૯-૨૦૨૩ના રોજ સમય ૧૧:૩૦ કલાકે શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે “આયુષ્માન ભવઃ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે તેમજ ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા પણ ઉપસ્થિત રહેશે.         આયુષ્યમાન ભવઃ સેવા પખવાડિયામાં તા. ૧૭-૦૯-૨૦૨૩થી તા. ૦૨-૧૦-૨૦૨૩ દરમ્યાન વિવિધ UPHC દ્વારા વિવિધ વોર્ડમાં આરોગ્ય કેમ્પ દર શનિવારે યોજવામાં આવશે. ઉપરાંત PMJAY કાર્ડ, ABHA કાર્ડ ...