Tuesday, September 8News That Matters

રાજકોટ ખાતે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ  

      રાજકોટ મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૨/૦૯/૨૦૨૩ ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં રેલનગરવિસ્તારમાં કર્ણાવતી સ્કુલપાસેટી.પી. સ્કીમ નં.૨૪(રાજકોટ), એફ.પી.નં. ૪/એ(રહેણાંકવેચાણહેતુ)તથા એફ.પી.નં.૧૪/એ (ગાર્ડન હેતુ)ના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે ૮૬કરોડની કિંમતની ૧૫,૯૬૦ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, જગ્યા રોકાણ શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *