Friday, September 4News That Matters

Gujarat

ITI-કામરેજના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો.૮ કે તેથી વધુ પાસ ઉમેદવારોએ તા.૨૩ જુન સુધી ઓનલાઈન અરજી કરવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત      તાલીમ સંસ્થા(ITI)-કામરેજ ખાતે ઓગષ્ટ-૨૦૨૬ના પ્રવેશસત્રમાં (૧)વેલ્ડર (૨)વાયરમેન (૩)મિકેનીક ડીઝલ (૪)કોપા (૫) ફીટર (૬)હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો. ૦૮ કે તેથી વધુ પાસ ઉમેદવારોએ ITI કામરેજ ખાતે તા.૨૩-૦૬-૨૦૨૬ સુધીમાં સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક દરમ્યાન ઓન લાઇન ફોર્મ ભરવા સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) કામરેજના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે...
જૂનાગઢ ખાતે આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન

જૂનાગઢ ખાતે આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ    જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ભરતીમેળામાં જૂનાગઢ જિલ્લાના ૨૫૦૦થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા.  જેમાંથી કુલ ૧૨૦ થી વધુ ઉમેદવારો હાજર રહયા હતા. આ ભરતીમેળામાં ઉપસ્થિત તમામ નોકરીદાતાશ્રીઓ ઓસ્ટિન એન્જિનિયરીંગ કંપની લિમિટેડ, ક્રિએટિવ કાસ્ટિંગ લિમિટેડ, રિલાયન્સ સ્માર્ટ બાઝાર જૂનાગઢ તથા અવધ ટ્રેક્ટર – જૂનાગઢ, તમામ નોકરીદાતા દ્વારા ખાલી રહેલ જગ્યા તેમજ મહેનતાણુ અન્ય લાભો અને સુવિધાઓથી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા. આ કુલ ચાર નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાજર રહેલ પૈકી ૮૦ જેટલા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુ...
ગિરનાર એક પ્રાચીન પર્વત છે અને અહીં વૈવિધ્યસભર જૈવ સૃષ્ટિ જોવા મળે છે

ગિરનાર એક પ્રાચીન પર્વત છે અને અહીં વૈવિધ્યસભર જૈવ સૃષ્ટિ જોવા મળે છે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગિરનાર     ગિરનાર શ્રદ્ધાળુઓ માટે આસ્થા કેન્દ્ર તો છે જ. પરંતુ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ એટલો જ સમૃદ્ધ છે. અહીં એશિયાઈ સિંહોનો વસવાટ તો છે જ. પણ સાથે સાથે વિવિધ પ્રકારના સરીસૃપો, ૩૦૦થી વધુ પ્રકારના પક્ષીઓ અને ૬૦૦થી વધુ પ્રકારની વનસ્પતિઓ પણ જોવા મળે છે. પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ ગિરનારના આસપાસના ૧૭૯ ચોરસ કિલોમીટરને અભયારણ્ય વિસ્તાર તરીકે પણ જાહેર કરવામાં આવેલો છે. જેમાં દુર્લભ કહી શકાય તેવી વનસ્પતિઓ અને ઔષધીઓ પણ જોવા મળે છે. જે સંશોધકો માટે પણ હંમેશા અભ્યાસનું કેન્દ્ર રહ્યો છે. ગિરનારના વૃક્ષો સંદર્ભે જેમનો વિશેષ અભ્યાસ રહ્યો છે તેવા ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુ જી.પી. સુહાગીયા આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના અવસરે કહે છે કે, ગિરનાર એક પ્રાચીન પર્વત છે અને અહીં વૈવિધ્યસભર જૈવ સૃષ્ટિ જોવા મળે છે, અહીં ગુજરાતના ગૌરવરૂપ એશિયાઈ સિંહો તો જોવા ...
કૌશલ્યથી સફળતા, રોજગારથી આત્મનિર્ભરતા

કૌશલ્યથી સફળતા, રોજગારથી આત્મનિર્ભરતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમરેલી  અમરેલી આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ કૌશલ્યના બળે રોજગાર મેળવી આત્મનિર્ભર બન્યા! 🚀 🔹 ફિટર ટ્રેડના વિદ્યાર્થી જયરાજ ગોહિલને **હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કુટર પ્રા. લિ. માં ₹2.73 લાખ વાર્ષિક પેકેજ સાથે રોજગારી 🔹ગૌતમ ચોવટીયાને એલ એન્ડ ટી, હજીરા ખાતે ₹3.36 લાખ વાર્ષિક પેકેજ સાથે નોકરી 🗣️ "આઈ.ટી.આઈની તાલીમ બાદ યોગ્ય રોજગારી મળી, હાલ સન્માનજનક વાર્ષિક પગાર મળી રહ્યો છે." - શ્રી જયરાજ ગોહિલ 🏆 સમગ્ર ગુજરાતમાં અમરેલી આઈ.ટી.આઈએ તૃતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું 📚 અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન, પ્રાયોગિક તાલીમ અને ઉદ્યોગોની માંગ મુજબનું કૌશલ્યલક્ષી શિક્ષણ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી બની રહ્યું છે. માત્ર ડિગ્રી નહીં, કૌશલ્ય અને ટેકનિકલ જ્ઞાન જ સફળતાની સાચી ચાવી છે! 🔧⚙️...
કતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે મહિલા અને બાળકને સુરક્ષિત આશ્રય અપાવ્યો

કતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે મહિલા અને બાળકને સુરક્ષિત આશ્રય અપાવ્યો

Gujarat, Health
હિન્દ ટીવી - ગુજરાતી, કતારગામ   ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે સહાયની ભાવનાથી સંપર્ક કર્યો હતો. કોલ દરમિયાન જણાવ્યું હતું કે, એક મહિલા પોતાના બાળક સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને તેમને મદદની જરૂર છે.           માહિતી મળતા જ કતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચી ટીમ દ્વારા મહિલાની સાથે વાતચીત દરમિયાન મહિલાએ પારિવારિક મતભેદને કારણે ઘર છોડીને નીકળ્યાનું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, પતિના વ્યસન અને ઘરેલુ પરિસ્થિતિને કારણે તેઓ માનસિક રીતે પરેશાન હતા તેમજ હાલ ઘરે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી નહોતી. તેમણે સુરક્ષિત જગ્યાએ રહેવાની જરૂરિયાત જણાવી હતી.                     ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાને જરૂરી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ સહાય સેવાઓ અને આશ્રય ગૃહ અંગે...
દાહોદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ની કામગીરીનો પ્રારંભ

દાહોદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ની કામગીરીનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ    આપણા દેશમાં ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં જનગણના-૨૦૨૭ ના પ્રથમ તબક્કાની એટલે કે ઘર યાદીની કામગીરી આગામી તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અને ઓનલાઈન સ્વ-ગણતરી (Self-Enumeration) કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે, નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે તારીખ ૧૭ મે થી ૩૧ મે સુધી સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે અંતર્ગત નાગરિકો સરકારની વેબસાઈટ se.census.gov.in પર લોગીન કરીને પોતાની વિગતો જાતે જ ભરી શકશે. આ ફોર્મ ભર્યા બાદ એક ૧૧ આંકડાનો સ્વ-ગણતરી આઈડી (ID) જનરેટ થશે, જેને સાચવી રાખવાનો રહ...

અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ પરથી દોડશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત 'અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે' ઉપરથી સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત નવનિર્મિત 'દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે' ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.        આ નવીન વ્યવસ્થા હેઠળ, અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે ૫:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી દર કલાકે સંચાલિત થતી કુલ ૨૪ ટ્રીપો, ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ ટ્રીપો પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે. આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે રૂ. ૩૩૬ થશે, જેમાં મુસાફરોને અંદાજે રૂ. ૧૫ જેટલો ભાડા ઘટાડાનો લાભ મળશે.       આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા નવન...

આણંદ જિલ્લાના સફાઈ કામદારોના ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે ઈનામ યોજના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ      ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લાના સફાઈ કામદારોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે. માર્ચ/એપ્રિલ-૨૦૨૬ ની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨મા આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને ઈનામ અપાશે.       આણંદ જિલ્લાના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, આણંદ દ્વારા અનુરોધ કરાયો છે.       આ યોજના હેઠળ માર્ચ/ એપ્રિલ 2026 માં લેવામાં આવેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, કોમર્સ કે વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. ઓનલાઇન મળેલ અરજીઓ પૈકી પ્રથમ ક્રમે આવનારને રૂા. ૫૧,૦૦૦, દ્વિતીય ક્રમે રૂા. ૪૧,૦૦૦ અને તૃતીય ક્રમે રૂા. ૩૧,૦૦૦ મળશે. યોજનામાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. અરજી...

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.18/09/2026 સુધી સંપૂર્ણ પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ      આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, અગાઉ તારીખ 17/05/2026 સુધી આ રસ્તા ઉપર થી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેની મુદત લંબાવવા રજૂઆત મળતા આણંદ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂઇએ એક જાહેરનામા દ્વારા તા.18/09/2026 સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે તથા તે રસ્તા ઉપરથી પસાર થતાં વાહનોને જાહેરનામામાં દર્શાવેલ માર્ગોએ વાળવા (ડાયવર્ટ કરવા) હુકમ ફરમાવ્યો છે.              જાહેરનામા મુજબ બોરસદથી વાસદ તરફ નો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ ...

આણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા પશુપાલન વિભાગના અધિકારીની અપીલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ       હાલમાં ચાલી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમીમા રક્ષણ માટે માટે આણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા તથા તમામને શક્ય હોય ત્યાં સુધીમાં 24 કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી, પતરા ના શેડ પર પૂળા કે પાતળી ઢાંકવી, લીલો ચારો આપવો, પશુને બપોર દરમ્યાન તડકામાં ચરવા માટે છોડવાથી બચવું. દુધાળા પશુમાં જ્યારે વધુ ગરમી પડે ત્યારે તેઓને હિટ સ્ટ્રોક ની સમસ્યા સર્જાઈ શકે છે. જેમાં મો માંથી લાળ પડવી, વધુ પડતું હાંફવું, દૂધ ઉત્પાદન ઘટી જવું, નબળાઈ આવવી જેવા લક્ષણો દેખાય છે, જો આ પ્રકારના લક્ષણો દેખાય તો તુરંત પશુ પક્ષીને છાંયડા વાળા વિસ્તારમાં ખસેડવા, ઠંડુ પાણી રેડવું, ઠંડુ પાણી પીવડાવવું અને વધુ સારવાર માટે નજીકના પશુ દવાખાના નો સંપર્ક કરવા પશુપાલન વિભાગના નાયબ નિયામકશ્રી ડો.મેહુલ પટેલ દ્વારા પશુપાલકો તથા જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી છે.        ડો.પટ...