Thursday, June 4News That Matters

કતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે મહિલા અને બાળકને સુરક્ષિત આશ્રય અપાવ્યો

હિન્દ ટીવી – ગુજરાતી, કતારગામ 

 ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે સહાયની ભાવનાથી સંપર્ક કર્યો હતો. કોલ દરમિયાન જણાવ્યું હતું કે, એક મહિલા પોતાના બાળક સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને તેમને મદદની જરૂર છે.

          માહિતી મળતા જ કતારગામ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચી ટીમ દ્વારા મહિલાની સાથે વાતચીત દરમિયાન મહિલાએ પારિવારિક મતભેદને કારણે ઘર છોડીને નીકળ્યાનું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, પતિના વ્યસન અને ઘરેલુ પરિસ્થિતિને કારણે તેઓ માનસિક રીતે પરેશાન હતા તેમજ હાલ ઘરે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી નહોતી. તેમણે સુરક્ષિત જગ્યાએ રહેવાની જરૂરિયાત જણાવી હતી.

                    ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાને જરૂરી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ સહાય સેવાઓ અને આશ્રય ગૃહ અંગે માહિતી આપી હતી. મહિલાની અને તેમના બાળકની સુરક્ષા તથા હિતને ધ્યાનમાં રાખીને બંનેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો.

          સાથે સાથે મહિલાને ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય સેવાઓ અંગે પણ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને તાત્કાલિક સહાય, માર્ગદર્શન અને સુરક્ષા પૂરી પાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *