Monday, September 7News That Matters

Gujarat

બોર કુવા/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્‍યાના માલિકે સ્‍થાનિક સત્તામંડળ તથા પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્‍લાની મહેસૂલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્‍યા બાદ બોરવેલ/ટયૂબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્‍સીએ બોર વેલ/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્‍યાના માલિકે સત્તામંડળ તથા સ્‍થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલા જાણ કરવાની રહેશે. તમામ સરકારી, અર્ધ સકારી, પ્રાઇવેટ ડ્રીલીંગ એજન્‍સીએ સ્‍થાનિક સતામંડળ પાસે રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. બોર વેલ/ ટયૂબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્‍યારે એજન્સીની વિગતો સાથે સલામતી સૂચક સાઇનબોર્ડ લગાવવાનું રહેશે. બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્‍યારે ડ્રીલીંગ એજન્‍સીનું નામ તથા પુરું સરનામું તથા બોર વેલ/ટયૂબ વેલનો ઉપયોગ કરનાર એજન્‍સી અથવા માલિકનું નામ તથા પુરૂં સરનામું આપવું પડશે. બોર વેલ/ટયૂબ વેલ...

બેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્‍સ્‍ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્‍ટરો અને જવેલર્સ સહિતની જગ્‍યાએ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે – જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ દ્વારા હુકમ જારી કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ            જિલ્‍લામાં આવેલ બેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્‍સ્‍ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્‍ટરો અને જવેલર્સની દુકાનો વિગેરેમાં રોજબરોજ નાણાંની લેવડદેવડ થતી હોય છે. મોટા ભાગના કિસ્‍સાઓમાં કોઇ સિકયોરીટી ગાર્ડસ રાખતા નથી. આવા સંજોગોમાં ભવિષ્‍યમાં આવા બેંક લૂંટ કે અન્‍ય કોઇ બનાવો ન બને અને બને તો તે અંગે તમામ ઇસમોની હરકત જાણી શકાય માટે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્‍છ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલા તમામ રાષ્‍ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંકો, પેટ્રોલપંપ, જવેલર્સની દુકાનો, શોપીંગ સેન્‍ટર, હોટલ, ટોલનાકા તેમજ સિનેમાઘરોએ સીસીટીવી કેમેરા કેશીયરની કેબીન ઉપર, મેઇન દરવાજા ઉપર તથા ટ્રેઝરી ઉપર લગાવવા તેમજ તેમના હસ્તકના એ.ટી.એમ. સેન્ટરો, ગેર બેકીંગ સેન્ટરો (આંગણવાડી પેઢી, મની એકસચેન્જ) પેટ્રોલપંપો, ગેસ ...

સૈન્‍યના વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓના બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ જિલ્‍લામાં વિવિધ શહેરોમાં/ગામોમાં સૈન્‍ય તથા અન્‍ય સશસ્‍ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્‍યતા ધરાવતા વસ્‍ત્રોનું વેચાણ તથા ઉપયોગ થતો હોય છે. આવા વસ્‍ત્રો ધારણ કરી અસામાજિક તત્‍વો દ્વારા દેશદ્રોહી/ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ઉપયોગ થવાનો સંભવ રહે છે. જેના કારણે રાષ્‍ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૮, ૨૦૪ અને ૨૦૫માં આ બાબતે જોગવાઇ કરવામાં આવેલી છે. આ બાબત સુરક્ષાના પરીપ્રેક્ષ્‍યમાં ઘણી ગંભીર પ્રકારની હોઇ, બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા અને ઉપયોગમાં લેવાતા સશસ્‍ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્‍ય ચીજવસ્‍તુઓ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમિત અરોરાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલા વિસ્‍તારમાં કોઇપણ દુકાનોમાં કે કોઇપણ વ્યક્તિએ સશસ્‍ત્ર દળોનો ગણવેશ કે તેની સામ...

જિલ્‍લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ              કચ્‍છ જિલ્‍લામાં કેબલ ટી.વી.ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વગર પી.જી.વી.સી.એલ.ની વીજ કનેક્શન લાઇન નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલાનો ઉપયોગ કરી પોતાના કેબલો ગેરકાયદેસર લંબાવીને ગ્રાહકોને ટી.વી.કેબલ/ઈન્‍ટરનેટ કનેકશન આપવામાં આવે છે. આ બાબત જાહેર જનતાના જાન-માલની સલામતી માટે અત્‍યંત જોખમી છે. ભૂતકાળમાં પણ આ કારણે ઘણા અકસ્‍માતના બનાવો બનેલા છે. જેમાં માનવ મૃત્‍યુના બનાવો પણ નોંધાયેલા છે. આમ જાહેર જનતાના જાન-માલની સલામતી માટે પી.જી.વી.સી.એલ. નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પરથી ટીવી/ઈન્‍ટરનેટના કેબલ દૂર કરવા અત્‍યંત જરૂરી છે.            જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જિલ્‍લામાં કોઇપણ ટીવી કેબલ ઓપરેટરો પી.જી.વી.સી.એલ.ના ઈલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી પ્રસ્‍થાપિત...

જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્‍તાર સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્‍છ જિલ્‍લામાં નગરપાલિકા વિસ્‍તારોમાં રસ્‍તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્‍લોટ પર અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. આ વ્યક્તિઓ દ્વારા એક જગ્‍યાએ ઢોરો એકત્ર કરી ગ્રાહકોને ઘાસચારો વેચી એકત્ર કરેલો ઢોરોને આપવામાં આવે છે. આ એકત્ર થયેલ ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્‍તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્‍યવહારમાં અડચણ ઉભી થાય છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્‍વયે જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં નગરપાલિકાએ અધિકૃત કરેલ સ્‍થળો સિવાયના કોઇપણ સ્‍થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે ...

કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્‍લા બહારના ડ્રાયવરો કિલનરની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં

Gujarat
ભુજ           જિલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજ્ય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજિક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે માટે કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવર, કિલનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા જાહેરનામામાં જણાવાયું છે અને આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.         જાહેરનામા મુજબ દરેક ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાયવરો/કલીનરોની વિગત સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં ડીટેઇલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે. ત્‍યારબાદ વણ નોંધાયેલ ડ્રાયવર/કલીનરો કામગીરી કરી શકશે નહીં. આ હુકમમાં વધુમાં જણાવ્‍યા અનુસાર કામે રાખેલા રાજ્ય બહારના ડ્રાયવર/કલીનર પૈકી કોઇ છૂટા થાય તો ત...

ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ               રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસૂલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે.                  ટોલ પ્‍લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલા છે. આ ગામોના લોકો કોર્મશિયલ વાહનો ધરાવે છે. આવા વાહન ધારકો રાજ્ય સરકારના ઉપ...

કચ્છમાં તા.૦૮ ડિસેમ્બરના રોજ પોલીયો રવિવાર અંતર્ગત સઘન પલ્સ પોલીયો કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાત , ભુજ તા.૮ ડીસેમ્બર ૨૦૨૪ રવિવારના યોજાનાર પોલીયો રવિવાર સઘન પલ્‍સ પોલીયો કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના કુલ ૪૬૫૯૬૯ ઘરોના ૦ થી ૫ વર્ષના અંદાજિત ૩૨૦૯૬૨ બાળકોને આવરી લેવામાં આવશે. જે માટે જિલ્‍લા આરોગ્‍ય શાખા તરફથી પોલીયોના ૧૩૫૪ બુથોનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં જિલ્‍લા બહારથી આવતાં પ્રવાસી બાળકો માટે પણ હાઈવે, બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન ખાતે પણ ૬૧ ટ્રાન્ઝિટ પોલીયો બુથો તેમજ ૨૭૦૮ ટીમ આ સાથે ૧૭૬ મોબાઈલ ટીમ રાખવામાં આવી છે. સોમવારે અને મંગળવારે ઘર-ઘર રસીકરણની કામગીરી તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવશે. આ કામગીરીમાં આરોગ્‍ય શાખા, આઈ.સી.ડી.એસ. શાખા તેમજ વિવિધ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સહયોગ આપવામાં આવનારો છે. તા.૩૦/૧૧/૨૦૨૪ના રોજ જિલ્લાકક્ષાએ સઘન પલ્સ પોલીયો અંતર્ગત વકર્શોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો દરેક તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પલ્સ પોલીયોનો તાલીમ ...

કચ્છના માનવ વસાહત રહીત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ ટાપુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા નાયબ પોલીસ મહાનિરીક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામ તરફથી દરખાસ્ત રજૂ થતાં પ્રતિબંધાત્...

ઉચ્ચઅભ્યાસ બાદ ખેતી કરીને ગાંધીધામના વરૂણ શર્માએ અન્ય યુવાઓ માટે ચીંધ્યો નવો માર્ગ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ભુજ એમબીએ સુધીનો અભ્યાસ કરેલ ગાંધીધામનો નવયુવાન ચુબડક ગામમાં પ્રાકૃતિક ખેતી કરી ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી નોંધપાત્ર આવક મેળવી રહ્યો છે. આજે જ્યારે યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી ખેતીથી વિખુમ થઇ રહ્યા છે ત્યારે ગાંધીધામના વરૂણ વિનોદ શર્માએ સફળ પ્રાકૃતિક ખેતી કરવાના સપનાને સાકાર કર્યું છે. પોતાના ખેતી કરવાના વિચારને અમલી કરવા જમીન ખરીદ કરી ખેતીના પાઠ ભણી હાલ તેઓ ખેતીમાં પારંગત બની ચુ્ક્યા છે. આજે તેઓ રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી સાથે એગ્રો બિઝેનસ કરીને નવું સિમાચિહ્ન બનાવ્યું છે. ૫૪ ગાયોના જતન સાથે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા વરૂણભાઇ જણાવે છે કે, વર્ષ ૨૦૦૯માં ખેતીવાડી કરવાનો વિચાર આવતા ચુબડક ગામમાં બધા ભાઇઓએ મળીને જમીન ખરીદી કરી હતી. શરૂઆતમાં ખેતી વિષયક જ્ઞાન ન હોવાથી આજુબાજુના ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ અને માર્ગદર્શન લઈ યુરીયા, ડી.એ.પી., પોટાશ, ઝીંક, સલ્ફર જેવા ...