Monday, February 16News That Matters

જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્‍તાર સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

કચ્‍છ જિલ્‍લામાં નગરપાલિકા વિસ્‍તારોમાં રસ્‍તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્‍લોટ પર અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. આ વ્યક્તિઓ દ્વારા એક જગ્‍યાએ ઢોરો એકત્ર કરી ગ્રાહકોને ઘાસચારો વેચી એકત્ર કરેલો ઢોરોને આપવામાં આવે છે. આ એકત્ર થયેલ ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્‍તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્‍યવહારમાં અડચણ ઉભી થાય છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્‍વયે જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં નગરપાલિકાએ અધિકૃત કરેલ સ્‍થળો સિવાયના કોઇપણ સ્‍થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં તેવું જાહેરનામામાં જણાવાયું છે.

આ હુકમ જિલ્‍લાની તમામ નગરપાલિકાના વિસ્‍તાર માટે તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *