Monday, September 7News That Matters

Gujarat

સિસોદ્રા ખાતે સંયુક્ત ખેતી નિયામક કે. વી. પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાશે

સિસોદ્રા ખાતે સંયુક્ત ખેતી નિયામક કે. વી. પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાશે

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી,  નવસારી આજ રોજ R.N.G. પટેલ સાર્વજનિક વિધ્યાલય ક્રીર્કેટ ગ્રાઉન્ડ, સિસોદ્રા, નવસારી ખાતે રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર નવસારી તાલુકામાં આયોજીત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના દ્રિતીય દિવસે તાલુકા પંચાયત નવસારીના પ્રમુખ પ્રતિભાબેન આહીર, સરપંચ તથા સુરત વિભાગના સયુક્ત ખેતી નિયામક (વી.) કે. વી. પટેલની વિશેષ ઉપસ્થિતી સાથે ડો. એ. આર. ગજેરા- જિલ્લા ખેતીવાડી અધિકારી, પી. બી. કોલડીયા – મદદનીશ ખેતી નિયામક અને કૃષિ વૈજ્ઞાનિકો પણ હાજર રહ્યા હતા. જેમાં વિવિધ વિભાગના કુલ -૧૮ પ્રકારના ખેડૂત ઉપયોગી સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના વિશેષ અતિથિ કે. વી. પટેલ, સંયુક્ત ખેતી નિયામક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે આહવાન કર્યું હતું તેમજ ખેડૂ...
જિલ્લાના હોટલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધર્મશાળા/સમાજવાડી/ મુસાફરખાનાના માલિકો/સંચાલકોએ PATHIK સોફટવેર ઈન્સ્ટોલ કરવા જાહેરનામું

જિલ્લાના હોટલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ/ધર્મશાળા/સમાજવાડી/ મુસાફરખાનાના માલિકો/સંચાલકોએ PATHIK સોફટવેર ઈન્સ્ટોલ કરવા જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરીયાળ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠ્ઠનોના માણસો રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપવાની સંભાવનાઓ રહેલી હોય આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે માટે હોટલ ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજિસ્ટ્રર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રિસેપ્સન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા PATHIK (Program for Analysis of Traveller & Hotel informatics) સોફટવેર ઈન્સટોલ કરાવી કચ્છ જિલ્લામાં અમલવારી કરાવવા કચ્છ-ભુજ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી અમિત અરોરા, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે સમગ્ર કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરીયાળ વિસ્તારમાં આવેલ દરે...

ભાડૂઆતની માહિતી પોલીસ સ્‍ટેશનને પહોંચાડવી જરૂરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ત્રાસવાદીઓ કે આતંકવાદી અગર તો ઉદ્યોગગૃહો માટે બહારથી આવતા લોકોમાં કોઇ અસામાજિક તત્‍વો મકાન ભાડે રાખી લોકોની જિંદગી, સ્‍વાસ્‍થ્‍ય અને સલામતી માટે જોખમ ઉભું કરે નહીં તે માટે કોઇને મકાન ભાડે આપવામાં આવે ત્‍યારે ભાડૂઆતની વિગતો પોલીસ સ્‍ટેશને આપવા અંગે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની હદમાં આવેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં કોઇ મકાન ભાડે આપે ત્યારે સબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડૂઆત અને સબંધિત દલાલ કે જેઓએ ભાડૂઆતની ઓળખાણ આપેલ હોઇ તે અંગેની જરૂરી માહિતી સાથેની કોલમો મુજબ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. (૧) મકાન માલીકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં કેટલા ચો.મી.બાંધકામ, (૨) મકાન ભાડે આપવા સત્તા ...

જુના-નવા સાયકલ-સ્‍કૂટર-મોપેડ-બાઇકની લે-વેચ કરતા વેપારીઓએ દસ્‍તાવેજી પુરાવા રાખવાના રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ દેશમાં બનતા ગુનાઓમાં સીરીયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ જેવા હુમલાઓમાં સાયકલ/મોપડે/બાઈકનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું તપાસમાં ધ્‍યાને આવેલ છે. આ પ્રકારના હુમલાઓમાં સાયકલ, સ્કૂટર, ટીફીન કે પાઇપનો ઉપયોગ થતો હોય છે. જેથી નવા જુના સાયકલ, સ્‍કૂટર, મોપેડ, બાઇક ખરીદી સમયે ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે વેપારીઓએ કોઇ માન્‍યતા પ્રાપ્‍ત દસ્‍તાવેજી પુરાવા રાખવા માટે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ફરમાવેલ છે કે, કચ્છ જિલ્લામાં મહેસૂલી હદમાં આવેલ તમામ જૂના/નવા સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક લે-વેચ કરતાં વેપારીઓ જૂના નવા સાયકલ/સ્કુટર/મોપેડ/બાઈકના ખરીદ વેચાણ માટે નિયમોનું પાલન કરવાનું રહેશે. હુકમ અનુસાર કચ્‍છ જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલ તમામ જુના/નવા સાયકલ, સ્કૂટર, મોપેડ, બાઇક લે-વેચ કરતા વેપારીઓએ નવા જુના સાયકલ, સ્‍કૂટર, મોપેડ, બાઇક ખરી...

ખાનગી ટયુશન કલાસીસો સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે, તે સિવાયના સમયમાં ટયુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ                કચ્‍છ જિલ્‍લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટયુશન કલાસીસ અસ્‍તિત્‍વમાં આવેલ છે. આ ટયુશન કલાસીસ રાત દિવસ ધમધમતા હોય છે. ઘણા ટયુશન કલાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટયુશન કલાસ ભરવા જતા હોવાનું ધ્‍યાને આવેલ છે. અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્‍યવસ્‍થાને લગતા પ્રશ્‍નો ઉપસ્‍થિત થતા હોવાનું ધ્‍યાને આવેલ છે. આ ઉપરાંત જિલ્‍લામાં વિવિધ ટયુશન કલાસ મહદઅંશે ભાડાના મકાનોમાં ચાલે છે. જેથી ટયુશન કલાસના મકાનની આસપાસ આવેલ રહીશોને પણ વિદ્યાર્થીનીઓની સતત અવર-જવરથી પરેશાન થાય છે. ટયુશન કલાસના સંચાલકો તરફથી વિદ્યાર્થીઓની શારીરિક છેડતી કરતી હોવાથી બાબતે પણ રજૂઆત થયેલ છે. આમ તમામ...

ઔદ્યોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલય તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવી પડશે

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ                      જિલ્‍લામાં ભૂકંપ પછી મોટી સંખ્‍યામાં ઔદ્યોગિક એકમોના આગમનથી પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્‍યામાં વસવાટ કરે છે. તેઓને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ કોન્‍ટ્રાકટરો તરફથી મળે તે જોવું ઈચ્‍છનીય છે.            આથી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્‍વયે જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો, બાંધકામની જગ્‍યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતા મજૂરોને લેબર કોન્‍ટ્રાકટર દ્વારા પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયને લગતી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની રહેશે.            ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરા...

ઔદ્યોગિક એકમોના મજૂરોની તમામ વિગતોનું રજિસ્ટર નિભાવવા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ             જિલ્લામાં ભૂકંપ બાદ રાજ્ય સરકારની નીતિ અનુસાર મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયેલા છે અને ઔદ્યોગિક એકમોમાં રાજય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પુરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો તરફથી જે લેબર કોન્ટ્રાકટરો પાસેથી મજૂરો મેળવવામાં આવે છે, તેઓને કામે રાખતા પહેલા તેઓ બાબતે નામ, સરનામા સહિતની જરૂરી વિગતો રખાય, તે ખૂબજ જરૂરી હોવાથી જિલ્‍લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમોએ લેબર કોન્ટ્રાકટર પાસેથી મેળવેલ મજૂરો બાબતે કાર્ય પધ્ધતિ મુજબ અમલ કરવાનું જાહેરનામું બહાર પડાયું છે.            દરેક ઔધોગિક એકમોના લેબર કોન્ટ્રાકટરોએ પ્રથમ મદદનીશ મજૂર કમિશનરશ્રી, ગાંધીધામ અથવા ભુજ (જેનો વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહ...

મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ ગ્રાહકની સંપૂર્ણ ઓળખ રાખવી પડશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ શોધી શકવા માટે ગુનામાં વપરાયેલ અથવા ખોવાઇ ગયેલા મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્‍નો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્‍યારે જાણવા મળે છે કે તેમને કોઇ અજાણ્‍યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. પ્રસ્‍તુત બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદ કરેલ છે અથવા કોને વેચ્‍યો તે જાણવું જરૂરી જણાય છે. જેથી જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરૂં ન...

સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ- જાહેરનામું જારી કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ જિલ્‍લામાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડના ઉપયોગનું ધ્‍યાનમાં આવતાં જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરાએ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ કોઇ અનિચ્‍છિનિય બનાવ ન બને તે હેતુથી સીમકાર્ડના ખરીદ તથા વેચાણ ઉપર કાયદાકીય નિયંત્રણ લાધ્‍યું છે. જાહેરનામા મુજબ કચ્‍છ જિલ્‍લામાં મોબાઇલ ફોન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ, ડીસ્‍ટ્રીબ્‍યુટરો, જથ્‍થાબંધ અને છૂટક વેપારીઓ, સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે તંત્રે સૂચવ્‍યા મુજબનું પાલન કરવાનું રહેશે. જેમાં વેપારીઓએ સીમકાર્ડના નંબરોનું રજિસ્‍ટર નિભાવવાનું રહેશે. જેમાં એરિયા તેમજ જે તે નંબર જે વ્‍યક્તિને વેચવામાં આવ્‍યો હોય તેનું નામ તથા તે માટે રાખેલા દસ્‍તાવેજો નોંધાવવાનું રહેશે. કંપનીઓ અને વેપારીઓએ આ યાદી કંપનીના કોડ સાથેની માહિતી નજીકના પોલીસ સ્‍ટેશન અને પ...

જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજિક પ્રવૃતિ રોકવા હોટેલ માલિકોએ તકેદારીનાં પગલાંનો અમલ કરવા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,ભુજ            રાષ્‍ટ્રીય સુરક્ષા અને જાહેર વ્‍યવસ્‍થા અને સલામતી માટે ભયજનક તત્‍વોને પકડવા કે તેમને લગતી માહિતી મેળવવા માટે તેમની હેરફેર અંગે સચોટ માહિતી પ્રાપ્‍ત થઇ શકે તે માટે કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્‍લાની મહેસૂલીએ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલ તમામ હોટલ, ગેસ્‍ટહાઉસ અને લોજ માલિકો માટે એક જાહેરનામું બહાર પાડી તકેદારીનાં પગલાંઓનો ચૂસ્‍તપણે અમલ કરવા જણાવ્‍યું છે.         હોટલ, ગેસ્‍ટહાઉસ કે લોજમાં રહેવા આવનાર તમામ મુસાફરના સ્‍વહસ્‍તાક્ષરમાં નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબરની વિગતો રજિસ્‍ટરમાં નોંધાવી જવાબદારોએ તેની ખાતરી કરવાની રહેશે. સાથો સાથ પુરૂષ મુસાફરના ડાબા તથા સ્‍ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવાનું રહેશે.           આ ઉપરાંત મુસાફરને ફોટો ઓળખપત્ર રજૂ ક...