Monday, September 7News That Matters

Gujarat

તા.૧૦ મી ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

તા.૧૦ મી ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર અને જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના રોજગાર મેળવતા ઉમેદવારોના લાભાર્થે આજે તા. ૧૦ મી ડિસેમ્બરના મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે નલીની આર્ટસ કોલેજ સામે, યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે. આ રોજગાર ભરતી મેળામાં બી.કોમ. અને એમ. કોમ. કક્ષાના ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો અનુબંધમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન પણ કરી શકશે. આ રોજગાર ભરતી મેળાનો અનુબંધમ જોબ ફેર આઇડી JF૨૨૫૦૫૧૩૪૮ છે. ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને બાયોડેટા સાથે હાજર રહેવા યુનિવર્સિટી માર્ગદર્શન કેન્દ્રના નાયબ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે....
જિલ્લા કલેકટરએ ડી ઝેડ હાઈસ્કૂલ ખાતેથી મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલનો શુભારંભ કરાવ્યો

જિલ્લા કલેકટરએ ડી ઝેડ હાઈસ્કૂલ ખાતેથી મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલનો શુભારંભ કરાવ્યો

Gujarat
આણંદ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ વિદ્યાનગર સ્થિત ડી ઝેડ હાઈસ્કૂલ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલ યોજાયો હતો. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી આ ફેસ્ટીવલનો શુભારંભ કરવા જણાવ્યું હતું કે, જિલ્લાની મહિલાઓ દ્વારા હસ્તકળાની તથા હુન્નરના લગતી ચીજવસ્તુઓના ૫૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તા.૧૫ ડિસેમ્બર સુધી ચાલનાર આ ફેસ્ટીવલ અંતર્ગત મહિલાઓને સ્વાવલંબનની દિશામાં આગળ વધે તે માટે જિલ્લાના નાગરિકોને યથાશક્તિ ખરીદી કરવા જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરએ મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટોલની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા જિલ્લા કલેકટરને ફેસ્ટીવલમાં ઉભા કરાયેલા સ્ટોલની વિગતોની વિસ્તૃત વિગતોથી અવગત કર્યા હતા. આ પ્રસંગે મહિલા બાળ કલ્યાણ કચે...
વલસાડની હરિયા પીએચસીમાં રૂ. ૭૬ લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ થશે

વલસાડની હરિયા પીએચસીમાં રૂ. ૭૬ લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડ તાલુકાના હરિયા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વાપીના અંભેટી ખાતે સ્થિત પાવરગ્રીડ કંપની દ્વારા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીટીલી) કાર્યક્રમ હેઠળ રૂ. ૭૬ લાખ ૨૨ હજાર ૬૭૫ના મેડિકલના સાધનો જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સમારંભમાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાધનો મળતા હરિયા અને આસપાસના ગામના દર્દીઓને વધુ સારી સારવાર અને સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રંસગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે. પી. પટેલે વાપીની પાવર ગ્રીડ કંપનીના કાર્યને બિરદાવી જણાવ્યું કે, આધુનિક સુવિધા સજ્જ આ મેડિકલ ઈક્વીપમેન્ટ આસપાસના ગામના હજારો લોકોને આરોગ્યની સેવા પુરી પાડવામાં સરળતા રહેશે. આ મેડિકલ સાધનોમાં મુખ્યત્વે જોઈએ તો, બેબી રેડિયન્ટ વોર્મર જેનાથી બાળકને જન્મ બાદ કૃત્રિમ રીતે ગરમી આપી શકાશે. પરિક્ષણ ટેબલ જેનાથી સગર્ભાની તપાસ તેમજ અન્...
સુરત એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ

સુરત એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ

Gujarat
સુરત સુરતના ડુમસ રોડ રોડ પર આવેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સુરત હવાઇ મથકને વધુ અદ્યતન અને સુવિધાસભર બનાવવા અંગે મંથન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મંત્રી પાટીલે જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટને મોડેલ તરીકે કેન્દ્રમાં રાખી સુરત એરપોર્ટ વિકાસ કરવામાં આવે તો એરપોર્ટની આવકમાં વધારો થાય તેમજ મુસાફર વર્ગને ખૂબ સારી સગવડતા પણ ઉપલબ્ધ કરાવી શકાય એમ કહી તેમણે એરપોર્ટમાં ચાલતા સિવિલ વર્કની પ્રગતિ અંગે સમીક્ષા કરતા કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહેલી મંથરગતિની કામગીરીને વેગવાન બનાવી કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અપેક્ષા વ્યકત કરી જો કોન્ટ્રાકટર આડોડાઇ કરે તો તેની સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠક દરમિયાન સીટી બસ સેવાનો વ્યાપ એરપોર્ટ સુધી વિસ્તારવા તથા...
સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા દિશા કમિટીની બેઠક યોજાઈ

સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા દિશા કમિટીની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન અન્ડ મોનિટરિંગ(દિશા) કમિટીની ત્રિમાસિક બેઠક ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તા.૭મી ડિસેમ્બરને બપોરે ૩-૦૦ કલાકે મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવી, ધારાસભ્ય સર્વ ડો.દર્શનાબેન દેશમુખ અને ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રી તથા દિશા કમિટીના આમંત્રિત સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રચનાત્મક સૂચનો કર્યા હતા. દિશા કમિટીના બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે પ્રારંભિક ભૂમિકા બાંધી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર અને સરકારની યોજનાના ગ્રાઉડ લેવલ પર થયેલા કામોની વિગતો આપી હતી. યોજનાના અમલીકરણ અંગે વિગતો પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકા...
સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી

Gujarat
હિન્દ ન્યુટીવી - ગુજરાતીઝ, સુરત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લામાં થયેલી પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કરતા પ્રાકૃતિક ખેતીમાં થયેલી કામગીરીની સરાહના કરી હતી. જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વવાન કર્યું છે. તેમણે પ્રાકૃતિક કૃષિ સાથે દેશના ૧ કરોડ ખેડૂતોને જોડવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી આ મિશન માટે રૂ.૨૪૮૧ કરોડની ફાળવણી કરી છે. જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ તરીકે નિર્દેશિ...
બારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો: કૃષિ ઉત્પાદનને વધારતી નવીન કૃષિ પદ્ધતિઓ અને તકનીકો વિષે ખેડૂતોને માહિતગાર કરાયા

બારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો: કૃષિ ઉત્પાદનને વધારતી નવીન કૃષિ પદ્ધતિઓ અને તકનીકો વિષે ખેડૂતોને માહિતગાર કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બારડોલી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલીના તેન રોડ ખાતે આયોજિત તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવના અંતિમ દિને કૃષિ ઉત્પાદનને વધારતી નવીન કૃષિ પદ્ધતિઓ અને તકનીકો વિષે ખેડૂતો-ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી કૃષિ અને બાગાયતી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીતે જણાવ્યું કે, કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતો જાગૃત્ત બન્યા છે અને ખેતી કરવાના અભિગમમાં પરિવર્તન આવ્યું છે. સરકારની વિવિધ કૃષિ-બાગાયતી યોજનાઓનો લાભ મેળવીને જિલ્લાના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે, તેમણે ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો, અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. કૃષિ વિભાગ આયોજિત પ્રદર્શનમાં કૃષિ પાકો, આધુનિક ખેતઓજારો, પ્રાકૃત...
ડાંગ જિલ્લામાં યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ માં ત્રણ હજાર થી વધુ ખેડૂતોએ ભાગ લીધો

ડાંગ જિલ્લામાં યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ માં ત્રણ હજાર થી વધુ ખેડૂતોએ ભાગ લીધો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ સમગ્ર રાજયમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારની ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પુરૂ પાડવાના હેતુથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકા મથકે તારીખ ૬ અને ૭ ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ડાંગમા યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪મા આહવા તાલુકામાં કુલ ૧૦૭૧, વઘઇમા તાલુકામાં કુલ ૧૦૯૮ અને સુબીરમાં તાલુકામાં કુલ ૧૧૨૦ ખેડુતોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં વઘઇ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો, તેમજ દરેક તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ ટકાઉ ખેતી પધ્ધતિ, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, ખેતી પાકોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો પર પોતાના અનુભવો સાથે ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડ...
સરીગામ બાયપાસ અને પુનાટ કાલય માર્ગ નું રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

સરીગામ બાયપાસ અને પુનાટ કાલય માર્ગ નું રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  સરીગામ બાયપાસ રોડ રૂપિયા ૧૦.૫૬ કરોડ અને પુનાટ કાલય માર્ગ રૂપિયા ૪.૮૧ કરોડના ખર્ચે તૈયાર થશે. બાયપાસના બિસ્માર રસ્તાથી પરેશાન લોકો અને વાહન ચાલકોને રાહત મળશે રાજ્યના નાણાં ,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજરોજ સરીગામ બાયપાસ અને સરીગામ ડુંગર પુનાટ કાલય માર્ગ નું ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે લોકોની મોટી હાજરી જ બતાવે છે કે આ રસ્તાની કેટલી જરૂરિયાત હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉમરગામ ભીલાડ રોડ પણ ખરાબ થઈ રહ્યો છે આ રસ્તો લાંબો સમય ટકે તે માટે તથા વરસાદને ધ્યાનમાં લઇ બંને બાજુ ગટર પણ બનાવવામાં આવી રહી છે. રોડ બનાવવાની સમય મર્યાદા ભલે નવ મહિના ની હોય પણ આ રસ્તો વહેલી તકે ચોમાસા પહેલા ૨૦ એપ્રિલ સુધીમાં બનાવવ માટે એજન્સીને અને અધિકારીને આ તબ...
પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓની પ્રેરણાદાયક કૃષિ સફર

પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓની પ્રેરણાદાયક કૃષિ સફર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                   પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓ; શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ૨૮ વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના રૂ.૩૫ લાખની આવક મેળવીને સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે. શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પાંચ વર્ષ પહેલાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે, વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાડતા હતા.               રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે, તેવી કલ્પના પણ કરી ન હતી. વર્ષ ૨૦૧૭ સુધી ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા, આવી ખેતીને ખોટનો સોદો ક...