Sunday, February 15News That Matters

તા.૧૦ મી ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, આણંદ

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર અને જિલ્લા રોજગાર કચેરી, આણંદ
દ્વારા આણંદ જિલ્લાના રોજગાર મેળવતા ઉમેદવારોના લાભાર્થે આજે તા. ૧૦ મી ડિસેમ્બરના મંગળવારના રોજ સવારે ૧૧-૦૦
કલાકે નલીની આર્ટસ કોલેજ સામે, યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર
છે.
આ રોજગાર ભરતી મેળામાં બી.કોમ. અને એમ. કોમ. કક્ષાના ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો અનુબંધમ પોર્ટલ
ઉપર રજીસ્ટ્રેશન પણ કરી શકશે. આ રોજગાર ભરતી મેળાનો અનુબંધમ જોબ ફેર આઇડી JF૨૨૫૦૫૧૩૪૮ છે. ઉમેદવારોએ
અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને બાયોડેટા સાથે હાજર રહેવા યુનિવર્સિટી માર્ગદર્શન કેન્દ્રના નાયબ વડા દ્વારા જણાવવામાં
આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *