Saturday, September 5News That Matters

Gujarat

પ્રાકૃતિક ખેતી સમયની માંગ બની છે ત્યારે ચાલો આજે આપણે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું મહત્વ, બનવવાની રીત તથા ઉપયોગ અંગેની રીત જાણીએ

પ્રાકૃતિક ખેતી સમયની માંગ બની છે ત્યારે ચાલો આજે આપણે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું મહત્વ, બનવવાની રીત તથા ઉપયોગ અંગેની રીત જાણીએ

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, તાપી     રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી થતી ખેતી પદ્ધતિઓથી જમીનની તંદુરસ્તી ઉપર માઠી અસર પાડે છે. આવી ખેતીથી ઉપજ થયેલા પાકો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક ટકાઉ વિકલ્પરૂપે ઉભરી છે. તેમાં જીવામૃત એક અગત્યનો ઘટક છે, જે જમીનના જીવસૃષ્ટિને જીવંત રાખે છે અને પાક માટે પોષકતત્વો ઉપલબ્ધ કરાવે છે. તો ચાલો આજે આપણે જીવામૃત (જીવ અમૃત) અને તેને બનાવવાની રીત અને તેના ઉપયોગ અંગેની પદ્ધતિ જાણીએ. જીવામૃત એટલે શું? 'જીવામૃત' એ ગાયના ગૌમૂત્ર, ગોબર, ગોળ, છાસ અને જમીનની મદદથી તૈયાર કરાતું પ્રવાહી ખાતર છે. એ જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને પોષણ આપે છે અને પાકના વિકાસ માટે જરૂરી પોષકતત્વો પુરા પાડે છે. જીવામૃતનો નિયમિત ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જીવામૃત બનાવવાની રીત : જીવામૃત બનાવવા માટે ૧. ૧૦ ...
કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું

કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું

Gujarat
હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું હતું.  મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, રૂ.૭ કરોડ ૪૧લાખના ખર્ચે આ કામ થવાથી દરિયાનું ખારું પાણી જમીનતળમાં પ્રસરતું રોકી શકાશે. તથા જમીનતળમાં મીઠા પાણીનો સંગ્રહ થઇ શકશે. ઉપરાંત આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના ખેડૂતોને સિંચાઈનો વર્ષ દરમિયાન લાંબા સમય સુધી લાભ મળશે. સરકાર દ્વારા દરિયાનું ખારું પાણી જમીનમાં ફેલાતું અટકે તે માટે તથા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા હાલ કેચ ધ રેઇન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત ...
“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાની ઉપયોગી ટીપ્સ

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાની ઉપયોગી ટીપ્સ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત" અન્વયે મેદસ્વિતા ઘટાડવા સાયક્લિસ્ટ કલ્પેશસિંહ ઝાલાએ ઉપયોગી ટીપ્સ આપી છે કલ્પેશસિંહ ઝાલા ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર પણ છે તેઓએ સાયકલિંગને બેસ્ટ એક્સરસાઇઝ ગણાવી છે.   મેદસ્વિતા એટલે કે શરીરમાં વધારાની ચરબી જમા થવી વધુ પડતી ચરબીના કારણે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઉદભવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાતને મેદસ્વિતાથી મુક્ત કરવા "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. "સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત" અભિયાન અંતર્ગત સાયક્લિસ્ટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવતા કલ્પેશસિંહ ઝાલાએ મેદસ્વિતાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી માટે કેટલીક ઉપયોગી ટીપ્સ વ્યક્ત કરી છે. જેમાં કલ્પેશસિંહ ઝાલા ભાવનગર સાયકલ ક્લબના સ્થા...
પ્રાકૃતિક ખેતીમાં લીલો પડવાશ: કૃષિ માટે પોષક તત્વો તથા જૈવિક પદાર્થનો ઉમદાસ્ત્રોત

પ્રાકૃતિક ખેતીમાં લીલો પડવાશ: કૃષિ માટે પોષક તત્વો તથા જૈવિક પદાર્થનો ઉમદાસ્ત્રોત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર      ભારત દેશમાં હરિયાળી ક્રાંતિ થવા પાછળ કૃષિક્ષેત્રની અનેક નવીનતમ શોધો અને આધુનિક ટેક્નોલોજીનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. પરંતુ આજે રાસાયણિક ખાતરનો અસંતુલિત વપરાશ તથા કુદરતી ખાતરના ઓછા ઉપયોગને લીધે જમીનનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. રાસાયણિક ખાતરનો અંધાધૂંધ ઉપયોગ થવાથી જમીનના સ્વાસ્થ્ય, પર્યાવરણ તથા જીવસૃષ્ટિ પર ખુબ ખરાબ અસર પડી છે. જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે જમીનમાં યોગ્ય સમયે હ્યુમસની ખામી પુરી કરી જૈવિક પદાર્થ બનવો જરૂરી છે. જેથી નાઈટ્રોજનની પૂર્તિ થઈ શકે અને જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવોનો વિકાસ થાય.  જમીનમાં ભેજની પૂર્તિ માત્રને માત્ર કુદરતી ખાતર દ્વારા જ કરી શકાય છે, પરંતુ કુદરતી ખાતર જેવા કે, છાણીયું ખાતર, બાયો ફર્ટીલાઈઝર તથા કમ્પોસ્ટ આપણી ખેતીની જરૂરિયાત પુરી કરવા માટે પૂરતા જથ્થામાં ઉપલબ્ધ નથી તથા તેની કાર્યક્ષમતા પણ ખુબ ઓછી છે. તેને પહોંચી વ...
જામનગર ખાતે ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી શરૂ

જામનગર ખાતે ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી શરૂ

Gujarat
હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લાલપુર તાલુકાના જોગવડ ગામે સરકારી ખરાબાના રે.સ.નં.૨૨૩ તથા ૨૩૧માં કુલ ક્ષેત્રફળ ૭૧૫ ચો.મી. જમીનમા વિવિધ આસામીઓ દ્વારા અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. જે તંત્ર દ્વારા દુર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવ્યો છે. આ જમીનની અંદાજીત રકમ રૂ.૧કરોડ ૧૪લાખ ૪૦હજાર જેટલી થાય છે.  આ કામગીરીમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, મામલતદાર, પોલીસ વિભાગ તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ...
પાલીતાણા ખાતે યોજાનાર અખાત્રીજના જૈન મેળા ખાતે તમાકુ તેમજ પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ-બોટલો જેવી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયુ

પાલીતાણા ખાતે યોજાનાર અખાત્રીજના જૈન મેળા ખાતે તમાકુ તેમજ પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ-બોટલો જેવી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       તા.૨૯-૩૦/૦૪/૨૦૨૫ ના રોજ નો અખાત્રીજનો જૈન મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. આ મેળાનું આયોજન જૈન આણંદજી કલ્યાણજી પેઢી તરફથી પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારોમાં કરવામાં આવે છે. જેથી આ મેળામાં મોટી સંખ્યામાં જૈન યાત્રાળુઓ શૈત્રુંજય ગીરીરાજ ડુંગર પર દર્શનાર્થે જતા હોય છે.    આથી આ વિસ્તારોમાં “ગેરકાયદેસર રીતે પાન, મસાલા, ગુટકા, તમાકું તેમજ ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે તા.૨૯/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ (દિન-૨) માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા અખાત્રીજ મેળામાં ગીરીરાજ ડુંગર ઉપરના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાન, મસાલા, ગુટકા, તમાકું તેમજ ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ, ...
જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યો માટેની રેન્ક ટેસ્ટ સફળતાપૂર્વક સંપન્ન

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યો માટેની રેન્ક ટેસ્ટ સફળતાપૂર્વક સંપન્ન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર       જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ હેઠળ, હોમગાર્ડઝ સભ્યોને અસલ (ASL), સિનિયર લીડિંગ હોમગાર્ડ (SL), અને પાઇલટ સાર્જન્ટ (PS) ની રેન્ક પર બઢતી આપવા માટે નવાનગર હાઈસ્કૂલ ખાતે રેન્ક ટેસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ ટેસ્ટમાં હોમગાર્ડઝના સભ્યોની લેખિત અને શારીરિક કસોટી લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની કમિટી, જેમાં કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા (ચેરમેન), હેડ ક્લાર્ક મહેન્દ્રસિંહ કાંસેલા (સભ્ય સચિવ), વડી કચેરીના પ્રતિનિધિ શ્રી ડી.કે.ચાવડા (સભ્ય), એસ.ઓ. મહિલા શ્રીમતી પ્રેક્ષાબેન ભટ્ટ (સભ્ય), એસ.ઓ.સ્પોર્ટ્સ દિલીપભાઈ ડાંગર (સભ્ય), અને શ્રીમતી રિદ્ધિબેન મહેતા (સિનિયર ક્લાર્ક)નો સમાવેશ થાય છે.જેઓ દ્વારા આ પરીક્ષાનું સંચાલન કરાયું હતું.આ ઉપરાંત, જયેશ રાણા, વિજયસિંહ વાળા, નરેન્દ્રસિંહ જાડેજા, કૈલાશ...
ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત જામનગર ખાતે યોજાઈ રહેલ રાજ્યકક્ષા ફેન્સીંગ સ્પર્ધામાં અં.૧૪ બહેનોની ફાઈનલ સંપન્ન

ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત જામનગર ખાતે યોજાઈ રહેલ રાજ્યકક્ષા ફેન્સીંગ સ્પર્ધામાં અં.૧૪ બહેનોની ફાઈનલ સંપન્ન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર     ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલમહાકુંભ ૩.૦ ની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધા જામનગરમાં ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર જામનગર અને જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા આ સ્પર્ધાનું આયોજન જામનગર મહાનગરપાલીકા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ઇન્ડોર હોલ ખાતે તા.૨૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત તા.૨૬/૦૪/૨૦૨૫ ના રોજ અંડર-૧૪ વય જૂથની બહેનો માટે યોજાયેલી ત્રણ ઇવેન્ટ ઇપી, ફોઈલ અને સેબરની ફાઈનલ મેચો યોજાઈ હતી. આ રોમાંચક ફાઈનલ મેચોને નિહાળવા અને ખેલાડીઓનું મનોબળ વધારવા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા અને જામનગર મહાનગરપાલિકા રમત ગમત સમિતિના ચેરમેન જીતેશભાઈ શિંગાળા ઉપસ્થ...
જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ

જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર      જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં જન સુવિધાઓના વિકાસ કાર્યોનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના લાલપુર ખાતે રૂ.૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નાગરીકોના આરોગ્ય માટે સુવિધા સજ્જ પેટા આરોગ્ય કેન્દ્ર-૩નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ અને ભારત સરકારના "સેન્ટ્રલ રોડ ઇન્ફાસ્ટ્રક્ચર ફંડ" માંથી રૂ.૧૦ કરોડના ખર્ચે સાકાર થનાર, લાલપુર-મોટાખડબા રોડના રીસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે "જન સુવિધાના નિરંતર વ્યાપ"ના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના "સમર્પિત સેવાસૂત્ર" નિત્ય સાર્થક કરવાનો સંસદસભ્ય પૂનમબેન માડમે દ્રઢ પુનરોચ્ચાર કરી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, રાજમાર્ગ- પરીવહન કેન્દ્રીય મંત્રી નિતિનભાઇ ગડકરી...
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની 121મી કડીના અવસરે‘શૌર્યભૂમિ’ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ‘સમૂહ-શ્રવણ’ વિશેષ કાર્યક્રમ યોજાયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની 121મી કડીના અવસરે‘શૌર્યભૂમિ’ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ‘સમૂહ-શ્રવણ’ વિશેષ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, બોટાદ          દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશવાસીઓ સાથે આત્મીય સંવાદના અનન્ય અને અનોખા કાર્યક્રમ “મન કી બાત”ની 121મી કડી અવસરે શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે રાજ્યકક્ષાનો સમૂહ-શ્રવણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દયી હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનાર ભારતવાસીઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. સદ્‌ગતોની પુણ્યસ્મૃતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રેરક કાર્યક્રમનું સંયોજન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.  આ તકે ઉપસ્થિતોએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય, લીમડો સ્મૃતિ સ્થળ અને ચારણ-કન્યા વાટિકાની પણ મુલાકાત લીધી હતી. લોકગાયક અભેસ...