બાગાયત વિભાગ દ્વારા ઓઈલપામની ખેતી કરવા માંગતા ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાનો લાભ મળશે
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર
રાજયમાં વર્ષ-૨૦૨૫-૨૬ માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અમલમાં છે. જે અન્વયે ખેડૂતોને ઓઈલ પામ વાવેતર, ઓઇલ પામ સાથે આંતરપાક, સાધન-મશીનરી માટે સહાય આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં સદર યોજનાનું અમલીકરણ બાગાયત વિભાગ દ્વારા થાય છે. પામોલિન ઓઇલ એ પામ નામના ઝાડમાંથી મળે છે. ફરસાણ, પેકેટ ફૂડ તથા વિવિધ ખાદ્ય બનાવટોમાં આ તેલનો ઉપયોગ થાય છે. આ તેલની ખાસિયત છે કે તેમાં બનાવેલ ફૂડ પ્રોડકટ લાંબા સમય સુધી બગડતી નથી.
પ્રવર્તમાન સમયે બજારમાં આ તેલની માંગ વધારે છે. દેશમાં આ તેલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. જેના કારણે વધુ વિદેશી હુંડિયામણનો ખર્ચ કરવો પડે છે અને ખરેખર તેનો લાભ ખેડૂતોને મળી શકે તેવા પ્રયાસના ભાગરુપે વાવેતર વિસ્તાર વધારવા આ સહાય યોજના અમલી છે. ઓઇલ પામ એ એકર દીઠ ઘણી સારી આવક આપતો પાક છે. ખેડૂતોને આ પાકના વાવેતર માટે માર્ગદર્શન અને પ્લ...

