Saturday, September 5News That Matters

Gujarat

‘યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫-૨૬’માં ભાગ લેવા ઈચ્છુકોએ તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ જમા કરાવવું

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સુરત સુરત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬ યોજાશે. રાજ્યના યુવક-યુવતીઓને લોકશાહી શાસન વ્યવસ્થાનું અને મતદાનનું મહત્વ સમજાવવા તેમજ ચૂંટણી વ્યવસ્થા વિષે માહિગાર કરવાના હેતુસર રાજ્યના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં ‘યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬’ યોજાશે. પ્રથમ તબક્કામાં સુરત જિલ્લાની બેઠક દીઠ ચાર વિધાનસભામાં સ્પર્ધામાં યોજાશે. જેમાંથી વિજેતા થનાર ત્રણ સ્પર્ધકો જિલ્લાકક્ષાએ અને તેમાં પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધક રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક વિધાર્થી/ઉમેદવારો/યુવાનોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પ્રથમ માળ, જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરતથી નિયત નમૂનાનુ ફોર્મ મેળવી તા.૨૮/૦૨/૨૦૨૬ સુધીમાં જમા કરાવવાનું રહેશે...
નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે CIN સંસ્થા વડોદરા દ્વારા સગર્ભા માતાઓની તપાસ

નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે CIN સંસ્થા વડોદરા દ્વારા સગર્ભા માતાઓની તપાસ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, દાહોદ આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરાની CIN સંસ્થાના સહયોગથી નિષ્ણાત ગાયનોકોલોજિસ્ટ તબીબ દ્વારા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન 40થી વધુ સગર્ભા માતાઓની ગર્ભ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓની પણ તપાસ કરી તેમને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન તમામ લાભાર્થીઓની હિમોગ્લોબિન તપાસ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાયનોકોલોજિસ્ટ તબીબ, નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આરોગ્ય સ્ટાફ, સગર્ભા માતાઓ તથા કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા....

ભારતીય સેનામાં અગ્નિવીરની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સુરત આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ, જામનગર દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ફ્ક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો માટે ભારતીય સેનામાં અગ્નીવીરની વિવિધ જગ્યાઓ માટે તા.૧/૪/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર (ઓફીસ ક્લાર્ક, સ્ટોર કીપર, ટેકનીકલ), અગ્નિવીર ટ્રેડસમેન જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા ૧૭.૫ થી ૨૨ વર્ષ વચ્ચે હોવી જોઈએ. વધુ વિગતો વેબસાઇટ www.joinindianarmy.nic.in પરથી મેળવી શકાશે....
હોળી ધૂળેટી આઈ રે… આદિવાસી વેલા આવો…કેસુડાં મંગાવો રે.. ઢેબરા બનાવો રે…

હોળી ધૂળેટી આઈ રે… આદિવાસી વેલા આવો…કેસુડાં મંગાવો રે.. ઢેબરા બનાવો રે…

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સુરત આગામી હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારો થાય તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો આપતા સુરત એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક શ્રી પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને પંચમહાલ જિલ્લાના શ્રમિકો અને નાગરિકો જેઓ રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયા છે, તેઓ પોતાના વતનમાં હોળીનો તહેવાર ઉજવી શકે તે માટે નિગમ દ્વારા આગામી તા.૨૭ ફેબ્રુઆરી થી તા.૨જી માર્ચ દરમિયાન વિશેષ બસો દોડાવવામાં આવશે. આ વર્ષે સુરત ડિવિઝન દ્વારા કુલ ૫૭૦ જેટલી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે, જેથી મુસાફરોને ખાનગી ટ્રાવેલ્સના ઊંચા ભાડા અને ભીડભાડથી મુક્તિ મળી શકે. મુસાફરોની સગવડતા માટે ભાડાના દરો પણ નિયત કરવામાં આવ્યા છે, જે અંતર મુજબ રૂા.૩૨૫ થી લઈને રૂા.૩૫૫ સુધીના રહેશે. મહત્વન...
માંડવીના સરકુઈ ખાતે બે દિવસીય મહિલા પશુપાલકો માટે તાલીમ યોજાઈ

માંડવીના સરકુઈ ખાતે બે દિવસીય મહિલા પશુપાલકો માટે તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, સુરત માંડવી તાલુકાના સરકુઈ ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “ સફળ પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ- એક જરૂરિયાત” વિષય પર બે દિવસીય મહિલા પશુપાલક તાલીમ યોજાઈ હતી. કામધેનુ યુનિવર્સિટી હેઠળ કાર્યરત પશુ વિજ્ઞાન કેન્દ્ર, માંડવી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આયોજીત શિબિરના પ્રથમ દિવસે સુરતી બફેલો ફાર્મ, વ્યારાથી ઉપસ્થિત ડૉ. એમ.એ.કટારિયાએ પશુઓના નિભાવ, ગાભણ અવસ્થા, દૂધ ઉત્પાદન તેમજ નવજાત બચ્ચાઓમાં આહાર વ્યવસ્થાપન, નફાકારક પશુપાલન, નવજાત બચ્ચાઓની કાળજી અંગે વિસ્તૃત વિગતો આપી હતી. પશુ વિજ્ઞાન કેન્દ્ર,માંડવીના ડૉ. એસ. એમ. પ્રજાપતિએ ઉપસ્થિત બહેનોને પશુઓમાં સારા સ્વાસ્થ્યની જાળવણી માટે કૃમિ નિવારણ, રસીકરણ અને વિવિધ ઘરગથ્થું ઉપચારો તથા સ્વચ્છ દુધ ઉત્પાદન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પશુ વિજ્ઞાન કેન્દ્ર, માંડવી દ્વારા પશુપાલકોના સર્વાંગી વિકાસ તથા પ્રાણી ...
‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન

‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, અમદાવાદ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત 'ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ' અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન કરી. ₹5થી 10 લાખનો ખર્ચ ધરાવતી આ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી; 'ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ' અંતર્ગત 7 બાળકોનું સફળ ઓપરેશન કરાયું. આ કેમ્પના આયોજનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા બાળકો - દર્દીઓને પણ લાભ મળ્યો, આ પહેલ અનેક પરિવારો માટે નવી આશા લઈને આવી છે. સફળ સર્જરી બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ ઈન્ડો-અમેરિકન ડૉક્ટર્સના માનવીય અભિગમને બિરદાવ્યો....
સરકારી વિનયન કૉલેજ, કવાંટ ખાતે ‘વિશ્વ માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ની ભવ્ય ઉજવણી કરાઈ

સરકારી વિનયન કૉલેજ, કવાંટ ખાતે ‘વિશ્વ માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ની ભવ્ય ઉજવણી કરાઈ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, છોટાઉદેપુર ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર, શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ (ભાષામંચ)-ગુજરાત પ્રાંત અને સરકારી વિનયન કૉલેજ-કવાંટના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન કૉલેજ, કવાંટ ખાતે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬‘ વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે “ભારતીય જ્ઞાન પરમ્પરામાં ગુજરાતી ભાષાનો મહિમા” વિષય પર ‘માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં. કૉલેજના ઈ.આચાર્ય અને કાર્યક્રમના સંયોજક ડૉ. અર્ચનાબેન ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં “માં, માતૃભૂમિ અને માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી” સૂત્ર દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે ડૉ. જલ્પાબેન જે. પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ભારતીય જ્ઞાન પરંપરામાં ભાષાનું મહત્વ અને ટેક્નોલોજીના પ્રભાવ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને રોજની ડાયરી ગુજરાતીમાં લખવા અનુરોધ કર્યો હતો. અન્ય વક્તા પ્રો. મહેન્દ્ર કે. ન...
કમોસમી વરસાદની આગાહી: ખેડૂતો માટે અગત્યની સૂચના

કમોસમી વરસાદની આગાહી: ખેડૂતો માટે અગત્યની સૂચના

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી,, અમરેલી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવા નીચે મુજબ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવે છે: * કાપણી કરેલ પાકને ખુલ્લામાં ન રાખવો, સલામત સ્થળે ખસેડવો * પ્લાસ્ટિક અથવા તાડપત્રી વડે પાક ઢાંકી દેવો * ખાતર અને બિયારણને સુરક્ષિત રાખવું * જંતુનાશક દવાનો ઉપયોગ હાલ પૂરતો ટાળવો * APMC ખાતે અનાજ અને પેદાશોને ઢાંકીને રાખવું વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 કિસાન કોલ સેન્ટર – 18001801551...

‘ડાંગ દરબાર-૨૦૨૬’ ના પ્રારંભ સાથે રજૂ થશે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ડાંગ   ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર 'ના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે. જેમાં ડાંગ દરબાર મેળા સંદર્ભે યોજાયેલ સાંસ્કૃતિક સમિતિ દ્વારા કલાકારોની યાદી તેમજ વિગતવાર ૫ દિવસોનું આયોજન નક્કી કરી દેવામાં આવેલ છે. જેમાં ‘ડાંગ દરબાર -૨૦૨૬’ ના ઉદઘાટન સમારોહ અગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળનાર રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાનું વિશ્વ પ્રસિધ્ધ ‘ડાંગી નૃત્ય’, પાવરી નૃત્ય, માદળ, ભવાડા નૃત્ય, ઉપરાંત અન્ય પ્રાંતના વિખ્યાત નૃત્યોની રમઝટ માણવા મળશે. આ સાથેજ સતત ૫ દિવસો સુધી યોજાનાર ડાંગ દરબારના મેળામાં રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો રોજે રોજ ડાંગના દરબારીઓનું મનોરંજન કરશે. જેમાં પ્રથમ દિવસે ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે પોતાના સંગીતના શુર રેલાવશે. બ...

‘ડાંગ દરબાર’ ના મેળા દરમિયાન એકસ્ટ્રા બસો શરૂ કરાશે

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.૨૬/૨/૨૦૨૬ થી તા.૩/૩/૨૦૨૬ દરમિયાન આયોજિત ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળામાં ઉમટતી જનમેદની, રાહદારીઓ, વેપારીઓ વિગેરેની સરળતા તથા સૂચારુ વાહન વ્યવહાર અર્થે જિલ્લા વહીવટી તંત્રની ટ્રાફિક નિયમન સમિતિ દ્વારા એકસ્ટ્રા હંગામી બસોની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેનો મુસાફર જનતાને લાભ લેવા સાથે સહયોગ આપવા અનુરોધ કરાયો છે. એસ.ટી.તંત્ર તરફથી મળેલી વિગતો અનુસાર તા.૨૬ ફેબ્રુઆરી થી ૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન આહવા ખાતેના એસ.ટી. ડેપો ઉપરથી મુસાફર જનતાની અવરજવર બંધ રહેશે. જેના સ્થાને આહવાના IOC પેટ્રોલ પંપ (ફોરેસ્ટ ઓફિસ) પાસે હંગામી રીતે કાર્યરત કરાયેલા પિકઅપ પોઈન્ટ-૧ ઉપરથી પિંપરી, વઘઇ, કુશમાલ, ઝાવડા, સાવરખડી, દગુણ્યા, કાલિબેલ, વ્યારા, ચિખલી, બીલીમોરા, વલસાડ, વાપી, નવસારી, ધરમપુર, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ગોધરા, નડિયાદ, સાણંદ, ...