Thursday, July 23News That Matters

બારડોલી તાલુકાના કણાઈ ગામના બળવંતભાઈ પટેલે પશુપાલન દ્વારા આત્મનિર્ભરતા તરફ પગલું ભર્યું

હિન્દ ટીવી -ગુજરાતી, બારડોલી

રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાયકારી યોજનાઓ અમલી છે. જેનો લાભ લઈને સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કણાઈ ગામના ૪૮ વર્ષીય બળવંતભાઈ બહાદૂરભાઈ પટેલ પશુપાલન દ્વારા સ્થિર આવક મેળવી આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે.

ધો.૧૨ સુધી અભ્યાસ કરનાર પશુપાલક બળવંતભાઈ વર્ષોથી પરંપરાગત રીતે પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલમાં તેમની પાસે ત્રણ ભેંસ અને બે ગાય છે. જેના વૈજ્ઞાનિક કાળજી અને નિભાવથી તેઓ દરરોજ આશરે ૨૮ લીટર દૂધનું ઉત્પાદન કરે છે. દૂધનો મોટો ભાગ નજીકની ડેરીમાં ભરવામાં આવે છે, તેમજ થોડું આસપાસના નાગરિકોમાં વેચાણ કરીને મહિને અંદાજે રૂ.૩૮ હજાર જેટલી આવક પ્રાપ્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *